રોગચાળાના ભરડામાં ભાવનગર:એક માસમાં કોરોનાથી 5 અને ફ્લૂથી 7ના મોત

ભાવનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોના પોઝિટિવના નવા 174 કેસ ઓગસ્ટ માસમાં નોંધાયા
  • ​​​​​​​એક જ માસમાં શહેર અને ગ્રામ્ય કક્ષાએ સિઝનલ ફ્લૂના 50થી વધુ નવા કેસ નોંધાયા : ગ્રામ્ય કક્ષાએ ફ્લૂથી બે દર્દીના મોત

ભાવનગર શહેર અને જિલ્લો હાલ સિઝનલ ફ્લૂ અને કોરોનાની લપેટમાં આવી ગયો છે અને ગત ઓગસ્ટ માસ દરમિયાન ભાવનગર શહેરમાં કોરોનાથી 5 અને સિઝનલ ફ્લૂથી 6 દર્દીના મોત નિપજ્યા છે. જ્યારે ઓગસ્ટ માસ દરમિયાન શહેર અને જિલ્લામાં 50થી વધુ કેસ સિઝનલ ફ્લૂના નોંધાયા હતા જ્યારે કોરોનાના કુલ 174 નવા દર્દીઓ નોંધાયા હતા. કોરોનાનાં લક્ષણો મોટેભાગે ગળા અને છાતીમાં દુખાવા સાથે સંકળાયેલા હોય છે, જ્યારે ફ્લુનાં લક્ષણો નાક સાથે હોય છે.

ભાવનગર શહેરમાં ગત ઓગસ્ટ માસના આરંભે કોરોના પોઝિટિવના કુલ 21,684 કેસ હતા તે અંતે વધીને 21,827 કેસ નોંધાતા આ એક માસ દરમિયાન શહેરમાં કોરોનાના કુલ 143 નવા કેસ નોંધાયા હતા જ્યારે ગ્રામ્ય કક્ષાએ આ માસના આરંભે 8542 દર્દીઓ હતા તે હવે વધીને 8573 થઇ ગયા છે અને 1 માસમાં ગ્રામ્ય કક્ષાએ 31 નવા કેસ મળ્યા હતા. આમ શહેર અને ગ્રામ્યમાં મળીને કુલ 174 નવા કેસ નોંધાયા હતા. સામા પક્ષે સિઝનલ ફ્લૂના એક જ ઓગસ્ટ માસમાં 50થી વધુ કેસ નોંધાયા હતા જેમાં શહેરમાં 30 અને ગ્રામ્ય કક્ષાએ 20 મળીને 50 નવા કેસ નોંધાયા હતા જેમાં ભાવનગર શહેરમાં ગત માસમાં સિઝનલ ફ્લૂથી 5 અને ગ્રામ્ય કક્ષાએ 2 મોત થયા હતા.

કોરોનાના બે અને ફ્લૂના 5 કેસ
આજે ભાવનગર શહેરમાં કોરોના પોઝિટિવના નવા 2 કેસ નોંધાય હતા જેમાં ટો-થ્રી વિસ્તારમાં 45 વર્ષીય મહિલા તથા કાળાનાળા વિસ્તારમાં 14 વર્ષીય કિશોરનો સમાવેશ થાય છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં આજે એક પણ નવો કોરોનાનો કેસ નોંધાયો ન હતો. આજે સિઝનલ ફ્લુમાં ભાવનગર શહેરમાં નવા ચાર કેસ નોંધાયા હતા જેમાં આંબાવાડી વિસ્તારમાં 49 વર્ષીય પુરૂષ, આંબાવાડીમાં જ 44 વર્ષીય મહિલા, ડાયમંડ ચોક વિસ્તારમાં 63 વર્ષીય વૃદ્ધ તથા મુનીદેરી વિસ્તારમાં 56 વર્ષીય પુરૂષનો સમાવેશ થાય છે.

આ સાથે આજ સુધીમાં ભાવનગર શહેરમાં સિઝનલ ફ્લુના કુલ 43 પૈકી પૈકી હાલ 15 દર્દી સારવારમાં છે જ્યારે 6ના મોત થયા છે. ગ્રામ્ય વિસ્તારમાં સિઝનલ ફ્લુનો એક નવો કેસ નોંધાયો હતો. વલ્લભીપુરના મોણપર ખાતે 55 વર્ષીય પુરૂષને ફ્લુ નોંધાયો હતો. ગ્રામ્ય કક્ષાએ આજ સુધીમાં ફ્લુના કુલ 21 કેસ નોંધાયા છે તે પૈકી 6 દર્દી સારવારમાં છે અને બેના મોત થયા છે. જ્યારે 13 દર્દી રોગમુક્ત થઇ ગયા છે.

ઠંડી વસ્તુઓ ન ખાવી જેથી ગળું ખરાબ ન થાય
કોરોનાનાં લક્ષણો મોટે ભાગે ગળા અને છાતી સાથે સંકળાયેલા હોય છે. તેમાં ડાયેરિયા પણ થઈ શકે છે. ફ્લુમાં મોટાભાગના લક્ષણો નાક સાથે જોડાયેલા હોય છે. ફ્લુમાં ગળામાં દુખાવો થવો જરૂર નથી. કફ નીકળે છે. જો તમે કોઈ બાહ્ય એક્સપોઝર નથી તો ફ્લૂ જ હશે. ઠંડી વસ્તુઓ ન ખાવી, જેથી ગળું ખરાબ ન થાય. જો ગળું ખરાબ થાય છે, તો કોઈ પણ ઈન્ફેક્શન થવાની સંભાવના વધી જાય છે. એટલા માટે ગરમ પાણી પીતા રહેવું.

રોગથી બચવાના ઉપાયો
ખૂબ જ ભીડ હોય તેવી જગ્યાઓએ જવાનું ટાળવું, ઉઘરસ ખાતા સમયે કે છીંક આવે ત્યારે મોઢા અને નાકને રૂમાલ કે કપડાથી ઢાકવાં. અને જે વ્યક્તિને ફ્લૂની અસર હોય તેનાથી અંતર જાળવી રાખવું જોઈએ. જાહેર સ્થળો પર જતા સમયે માસ્ક બાંધવું હિતાવહ છે.

અન્ય સમાચારો પણ છે...