હાનીકારક:રોજિંદા 15 ગ્રામ પ્લાસ્ટિક ખાવાથી દર અઠવાડિયે 5 ગાયના મૃત્યુ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્લાસ્ટિક, કાચના ટુકડાઓ, વાયર વિગેરે હાનીકારક
  • લીમડો, એરંડા , સરસવને પ્રમાણમાં છાસમાં પલાળી ખવરાવાથી મૂત્ર વાટે નીકળી જાય છે

જીવદયા અને કરુણા ની વાતો કરતા ભાવનગર શહેર માં દર બે દિવસે એક ગાય પ્લાસ્ટિક ખાઈને મોત નો ભોગ બને છે. પ્લાસ્ટિક નો વધુ પડતો ઉપયોગ કરીને આપણે બધાં ગૌમાતા ની મોત નાં ભાગીદાર બનીએ છીએ. રસ્તા પર રખડતી ગાયો પ્લાસ્ટિક, રબર અને ચામડું ખાય છે. ભાવનગરની 8000 રખડતી ગાયો માંથી દર અઠવાડિયે પાંચ જેટલી ગાયો નાં મૃત્યુ થાય છે.

ભારત દેશ માં ગાયને માતા કહીને પૂજવામાં આવે છે પરંતુ આ વિશ્વ નો એકમાત્ર એવો દેશ છે જ્યાં રસ્તા પર રખડતા ઢોર જોવા મળે છે. આ ગાયોને વ્યવસ્થિત ચારો ન મળતાં તેઓ આજુબાજુ કાંય પણ પડ્યું હોય તે ખાવા લાગે છે. ભારત માં માથા દીઠ 9.7 કિલો પ્લાસ્ટિક નો વપરાશ થાય છે.મોટાભાગ નાં ગુજરાતી કુટુંબોમાં વધેલું એઠું ગાય ને ખવડાવવામાં આવે છે.આ વધેલું ખાવાનું પ્લાસ્ટિક ની થેલીમાં પેક કરીને આવતાં જતાં વાહનો પરથી ફેંકવામાં આવે છે.રખડતી ગાય દરરોજ 15 ગ્રામ પ્લાસ્ટિક ખાય જાય છે.

જ્યારે ગાય પ્લાસ્ટિક ખાય છે ત્યારે એ કોથળી ગાય નાં પાચનતંત્ર નાં કોઈ પણ ભાગે ચોંટી જાય છે. ગુજરાત માં મોટાભાગ નાં સ્થળોએ ખુલ્લી કચરાપેટી મૂકવામાં આવે છે જેમાં મોટા ભાગ ની સમયસર ખાલી પણ નથી કરવામાં આવતી. ફ્રી માં મળતી સિંગલ યુઝ પ્લાસ્ટિક ની થેલીઓ નો એંઠવાડ ફેંકવામાં ઉપયોગ કરવામાં આવે છે. ગાય દ્વારા વારંવાર પ્લાસ્ટિકની કોથળીઓ ખાવાનાં પરિણામે ગાય નું પૂરું પાચનતંત્ર બ્લોક થઇ જાય છે અને ગાય નું ખૂબ કરુણ મોત નિપજે છે.ગાય નાં મોત પાછળ ગાયનાં પ્લાસ્ટિક ખાવાની સાથેસાથે ગાય માલિકો નાં તેને ગમે ત્યાં રખડતી મૂકી દેવાનું કારણ પણ જવાબદાર છે.

પ્લાસ્ટિક પ્રદૂષણનાં લીધે ફક્ત ગાયો નહીં શેરી નાં કૂતરાઓ પણ ખૂબ વધુ પ્રમાણ માં મૃત્યુ પામે છે. કારણકે દુનિયાનું કોઈપણ પ્રાણી પ્લાસ્ટિકને પચવામાં સક્ષમ હોતું નથી. ગાય નાં પોસ્ટ મોર્ટમ માં પ્લાસ્ટિક ઉપરાંત કાચ ના ટુકડાઓ, વાયર, રબ્બરની એકસેસરીસ , મેટલના ટુકડાઓ વગેરે મળે છે જે ગાયનાં હૃદયના બાહ્ય સ્તરમાં ખૂંપી જાય છે. જેથી પશુ મહિનાઓ સુધી ખાઈ શકતું નથી અને તેનું કરુણ મોત નિપજે છે. વર્ષમાં 150 ગાયનાં પોસ્ટ મોર્ટમ કરવામાં આવે છે ત્યારે તેમના પેટમાં 20 થી 30 કિલો પ્લાસ્ટિક મળી આવે છે.

ઘરેલુ ઉપાય થી ગાયના પેટમાંથી પ્લાસ્ટિક કાઢો
ગાયનાં પેટ માંથી પ્લાસ્ટિક કાઢવા ફક્ત શસ્ત્ર ક્રિયાની જગ્યા એ દેશી ઈલાજ પણ અપનાવવો જોઈએ. પ્રાણી ચિકિત્સક ડૉ.નયન જોષીનાં જણાવ્યા અનુસાર ગાય પ્લાસ્ટિક ખાઈ લે ત્યાર બાદ તેના પેટમાં ગાંઠ ઉપસેલી દેખાય છે. ત્યારે 200 ગ્રામ દિવેલ, 200 ગ્રામ તલનું તેલ, 200 ગ્રામ સરસિયું, 100 ગ્રામ હરડેનું ચૂરણ ભેગુ કરી ને તેના ત્રણ સરખા ભાગ કરી ને ત્રણ વખત આપવું. આ સિવાય 100 ગ્રામ લીમડો, 100 ગ્રામ એરંડા, 100 ગ્રામ સરસવ, છાસમાં પલાળી ને ગાય ને પીવડાવવાથી મૂત્ર વાટે પ્લાસ્ટિક શરીરની બહાર નીકળી જાય છે. કારણકે શસ્ત્રક્રિયા એવી જ ગાયો પર થઈ શકે જેનામાં નબળાઈનાં હોય. ત્યારે આવા ઉપાયો કારગત નીવડે છે.

અન્ય સમાચારો પણ છે...