તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભાવનગર શહેર અને જિલ્લામાં આજે કોરોના પોઝિટિવના નવા 5 કેસ મળ્યા હતા જેમાં 3 કેસ મહાનગરપાલિકા વિસ્તારમાં અને બે કેસ તાલુકા-ગ્રામ્ય કક્ષાએ નોંધાયા હતા. ભાવનગર જિલ્લામાં ત્રણ દિવસ પૂર્વે એક્ટિવ દર્દીઓની કુલ સંખ્યા ઘટીને 13 થઇ ગઇ હતી જે આજે 16ના આંકને આંબી ગઇ છે જેમાં ભાવનગર શહેરમાં હાલ 9 અને તાલુકા-ગ્રામ્ય પંથકમાં 7 દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યાં છે. જ્યારે શહેર અને ગ્રામ્ય કક્ષાએ આજે બે બે દર્દીઓ કોરોનામુક્ત થયા હતા.
સમગ્ર જિલ્લામાં આજ સુધીમાં કોરોના પોઝિટિવના કુલ 6,076 કેસ નોંધાયા છે અને તેની સામે આજ સુધીમાં 5,984 દર્દીઓ સાજા થઇ જતાં સમગ્ર જિલ્લામાં કોરોનામાં રિકવરી રેઇટ 98.49 ટકા થયો છે.ભાવનગર જિલ્લામાં આજે 5 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 6,076 થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા 2 પુરૂષ અને 1 મહિલા મળી કુલ 3 લોકોના રિપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે તાલુકાઓમાં ગારિયાધાર તાલુકાનાં સીકાપુર ગામ ખાતે 1 તથા તળાજા તાલુકાનાં સાથરા ગામ ખાતે 1 કેસ મળી કુલ 2 લોકોના રીપોર્ટ પોઝિટિવ આવતા સારવાર અર્થે દાખલ કરેલ છે.
જ્યારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં 2 તથા તાલુકાઓમા 2 કેસ મળી કુલ 4 કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. જિલ્લામાં નોંધાયેલા 6,076 કેસ પૈકી હાલ 16 દર્દીઓ સારવાર હેઠળ છે.જ્યારે અત્યાર સુધીમા કુલ 5,984 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા 69 દર્દીઓનુ અવસાન થયેલ છે.
કોરોનામાં ગ્રામ્ય કક્ષાએ બે પોઝિટિવ
ભાવનગર શહેરમાં આજે ત્રણ કેસ પોઝિટિવ મળ્યા જ્યારે તાલુકા-ગ્રામ્ય કક્ષાએ બે કેસ કોરોના પોઝિટિવના કેસ મળ્યા હતા. જેમાં આજે ગારિયાધાર તાલુકાના સીક્કાપુર ગામે 47 વર્ષની એક મહિલાને કોરોના પોઝિટિવ આવ્યો જ્યારે તળાજા તાલુકાના સથરા ગામના 70 વર્ષીય વૃદ્ધ મહિલાને પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો. ગ્રામ્ય કક્ષાએ આજ સુધીમાં કુલ 26 દર્દીના કોરોનાથી મોત થયા છે. જ્યારે શહેરમાં 43 દર્દીના મોત કોરોનાથી થયા છે.
કોરોના, શહેરની સ્થિતિ
કુલ પોઝિટિવ 3,998
કુલ સાજા થયા 3,946
રિકવરી રેઇટ 98.70%
કોરોના, ગ્રામ્યની સ્થિતિ
કુલ પોઝિટિવ 2,078
કુલ સાજા થયા 2,045
રિકવરી રેઇટ 98.41%
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.