વિશેષ:15 દી’થી વધુ ઓનડ્યુટી શાળામાં ન આવેલા 494 શિક્ષકો

ભાવનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યભરના સતત ગેરહાજર શિક્ષકો અને બાળકોની વિગતો અપલોડ કરવાની બાકી
  • ત્રણ માસમાં 80 ટકા ગેરહાજર 102 બાળકોની વિગતોની એન્ટ્રી નથી થઇ

વિદ્યા સમીક્ષા કેન્દ્ર સ્કૂલની ઓનલાઇન હાજરી પદ્ધતિના ડેટા એનાલિસિસ મુજબ છેલ્લા ફેબ્રુઆરીથી એપ્રિલ માસ દરમિયાન રાજ્યના શહેર કક્ષાએ જિલ્લા કક્ષાએ શિક્ષકો તથા બાળકો ની વિગતો અપલોડ કરવામાં આવે છે જેમાં સતત ત્રણ મહિનાથી પંદર દિવસથી વધુ ઓન ડ્યુટી શાળામાં બહાર રહેલા 494 શિક્ષકોની વિગતો માટેની એન્ટ્રી બાકી હોય આગામી દિવસોમાં આ શિક્ષકો તેમજ સાથે ગેરહાજર વિદ્યાર્થીઓ તેમજ સતત ત્રણ મહિનાથી 50 ટકાથી વધુ ગેરહાજર શિક્ષકો ની વિગત પણ તત્કાલ અપલોડ કરવા પ્રાથમિક શિક્ષણ વિભાગના મદદનીશ નિયામક તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને તાકીદ કરી છે.

આ પરિપત્રમાં જણાવાયું છે કે સતત ત્રણ મહિનાથી 8 ટકાથી વધુ ગેરહાજર બાળકોની વિગતમાં કચ્છમાં 1, પંચમહાલ જિલ્લામાં 16, સુરતમાં 2 તથા સુરત કોર્પોરેશનના 83 બાળકોની વિગતોની એન્ટ્રી બાકી છે. જ્યારે સતત 3 મહિનાથી 50 ટકાથી વધુ ગેરહાજર શિક્ષકોમાં અમરેલીમાંથી 13, અરવલ્લીમાંથી 5, બનાસકાંઠાના 8, છોટાઉદેપુરના 26, સુરતના 7, તાપી જિલ્લાના 2, વલસાડ જિલ્લાના 4 તથા સુરત કોર્પોરેશનના 4 શિક્ષકોની એન્ટ્રી બાકી છે.

ખાસ સતત ત્રણ મહિનાથી 15 દિવસથી વધુ ઓન ડ્યુટી શાળામાંથી બહાર રહેલા શિક્ષકોની સંખ્યા 494 છે જેમાં અમરેલીમાંથી 58, અરવલ્લીના 88, બનાસકાંઠાના 125, છોટાઉદેપુરના 34, જામનગરના છ કચ્છના 47, ખેડાના 9, મહીસાગરના 4, સાબરકાંઠાના 1, સુરતના 84, તાપીના 8 વલસાડના 13 અને સુરત કોર્પોરેશનના 17 શિક્ષકોની એન્ટ્રી બાકી છે. સતત ત્રણ મહિનાથી પંદર દિવસથી વધુ ટ્રેનિંગ અર્થે શાળામાંથી બહાર રહેલા શિક્ષકોમાં બનાસકાંઠાના એક અને મહીસાગરના 1 શિક્ષકની એન્ટ્રી બાકી છે.

આ વિગતો 13 જેને પ્રાથમિક શિક્ષણના નિયામક સમક્ષ રજૂ કરવાની હોય તાત્કાલિક 12 જૂન સુધીમાં રિમાર્કસની કાર્યવાહી પૂર્ણ કરવા માટે આદેશ કરવામાં આવ્યો છે.આ અગાઉ ગેરહાજર રહેલા શિક્ષકો અને બાળકો માટે રાજ્યકક્ષાએથી એન્ટ્રીની કામગીરી કરવામાં આવી હતી જેમાં આ એન્ટ્રી બાકી હતી.

તમામ એન્ટ્રી બાદ નિર્ણય કરાશે
શાળાઓમાં યેનકેન પ્રકારે લાંબો સમય ગેરહાજર રહેનારા શિક્ષકો અને બાળકો અંગે પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા માહિતી માંગવામાં આવી હતી જેમાં ભાવનગર સહિતના જિલ્લાઓમાંથી અગાઉ માહિતી આપી દેવામાં આવી હતી ત્યારે અમરેલી, સુરત, જામનગર, કચ્છ જેવા જિલ્લાઓમાંથી આ માહિતીની એન્ટ્રી ઓનલાઈન કરવામાં ન આવી હોય આ માટે સત્વરે એન્ટ્રી કરવા તાકીદ કરવામાં આવી છે બાદમાં નિર્ણય લેવાશે.

અન્ય સમાચારો પણ છે...