તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે 493 લડવૈયાઓ મેદાનમાં જવા સજ્જ, આજે 272 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી

ભાવનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાવનગરમાં છેલ્લા દિવસે 86 ઉમેદવારી ફોર્મ ઉપડ્યા, અત્યારે સુધીમાં કુલ 1114 ઉમેદવારી ફોર્મ લેવાયા
  • સોમવારે તમામ ઉમેદવારોના ફોર્મ ચકાસણી થશે

ભાવનગર મહાનગર પાલિકાની ચૂંટણીનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને ઉમેદવારી ફોર્મ ભરવાનો પ્રારંભ થઇ ગયો છે. આજે છેલ્લા દિવસે પણ કુલ 86 ઉમેદવારો ચૂંટણી ફોર્મ લઇ ગયા હતા પરંતુ આજે 272 ઉમેદવારે ફોર્મ ભર્યા હતા અને અત્યારે સુધીમાં કુલ 493 ફોર્મ ભરાયા હતા. તેમ ચૂંટણી શાખા જણાવ્યું છે.

વોર્ડ પ્રમાણે ઉમેદવારી પત્રો ભરાણા

વોર્ડ નં. 1 ચિત્રા-ફુલસર-નારી - 49 વોર્ડ નં. 2 કુંભારવાડા - 49 વોર્ડ નં. 3 વડવા બ - 40 વોર્ડ નં. 4 કરચલિયા પરા - 44 વોર્ડ નં. 5 કૃષ્ણનગર રૂવા - 38 વોર્ડ નં. 6 પિરછલ્લા - 33 વોર્ડ નં. 7 તખ્તેશ્વર - 36 વોર્ડ નં. 8 વડઆ અ - 34 વોર્ડ નં. 9 બોરતળાવ - 38 વોર્ડ નં. 10 કાળિયાબીડ - 42 વોર્ડ નં. 11 દક્ષિણ સરદારનગર - 31 વોર્ડ નં. 12 ઉત્તર સરદારનગર - 29 વોર્ડ નં. 13 ઘોઘા સર્કલ - 30

કુલ ફોર્મ ભરાયા - 493

ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ હતી. જેને લઇ પ્રથમ દિવસે ઉમેદવારો આશરે 85 ફોર્મ લઈ ગયા હતા પરંતુ એક પણ ઉમેદવારે ફોર્મ ભર્યું ન હતું અને આજે બીજા દિવસે પણ 107 ફોર્મ લઈ ગયા હતા. ત્રીજા દિવસે 243 ફોર્મ લઈ ગયા હતા. જેમાંથી 2 ઉમેદવારો ફોર્મ ભરીને પાછા આપ્યા હતા. જયારે ચોથા દિવસે 218 ફોર્મ લઈ ગયા હતા અને તેમાંથી 9 ઉમેદવારો ફોર્મ ભર્યા હતા અને પાંચમા દિવસે 375 ફોર્મ લઈ ગયા હતા અને તેમાંથી 212 એ ઉમદેવારી નોંધાવી હતી અને છેલ્લા દિવસે 86 ફોર્મ લઈ ગયા હતા અને 272એ ઉમેદવારી નોંધાવી હતી. આમ અત્યાર સુધીમાં 1114 ઉમેદવારો ઉપડી ગયા છે. અને કુલ 493 ફોર્મ અત્યારે સુધીમાં ઉમેદવારી નોંધાવી ચુક્યા છે.

ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણી આગામી તા.8મી એ ઉમેદવારીપત્રોની ચકાસણી કરવામાં આવશે, આગામી તા.9મી ઉમેદવારી પત્ર પરત ખેંચવાના અંતિમ દિવસ રહેશે અને 21મીએ મતદાન થશે અને 22મીએ જરૂરી હોય તો પુનઃ મતદાન કરી શકાશે અને 22મીએ મતગણતરી હાથ ધરાશે અને 26 ફેબ્રુઆરીના ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થશે.

આગામી બે-ત્રણ દિવસમાં તમામ રાજકીય પાર્ટીઓ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરશે અને ત્યારબાદ ઉમેદવારી ફોર્મ ભરવાનો ધમધમાટ શરૂ થશે તેમ જણાઈ રહ્યું છે અપક્ષ ઉમેદવારો માંથી એક-બે દિવસની અંદર ફોર્મ ભરાશે તેમ ચર્ચાઈ રહ્યું છે ચૂંટણી જાહેરનામું બહાર પડતા રાજકીય હલચલ શરૂ થઇ ગઇ છે અને રાજકીય પક્ષો ઉમેદવારો ફાઇનલ કરવામાં લાગી ગયા છે ચૂંટણીના પગલે સરકારી તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે અને કામગીરીનો ધમધમાટ શરૂ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો