આર્થિક નુકસાન:49 સાઈટની મુદત પુરી પરંતુ હોર્ડિંગ્સનું નવું ટેન્ડર ટલ્લે, કોર્પોરેશનને વર્ષે લાખોની ખોટ

ભાવનગર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અનેક વિસ્તારોમાં ગેરકાયદેસર હોર્ડિંગ્સથી આવકને બ્રેક
  • કોર્પોરેશનની આવકના મર્યાદિત સ્ત્રોતમાં પણ તંત્રની બેદરકારીને કારણે રૂંધાતી આવક

મહાનગરપાલિકાની પાસે આવકના સ્ત્રોત સિમિત છે. જે પૈકી શહેરમાં લગાવવામાં અાવતા હોર્ડિંગ, બેનર, કિયોસ્ક, ડાયરેક્શન બોર્ડ સહિતની છે. પરંતુ તંત્રની બેદરકારીને કારણે 49 જેટલા હોર્ડિંગ્સના ટેન્ડરની મુદત પુરી થઈ ગઇ હોવા છતાં નવું ટેન્ડર બહાર નહીં પાડતા કોર્પોરેશનને લાખો રૂપિયાની ખોટ ગઈ છે.

ભાવ.કોર્પો.ની આવક પૈકી શહેરમાં જાહેર માર્ગો, ફુટપાથ, ડિવાઇડર, ખાનગી જમીન સહિતમાં લગાવાતા કિયોસ્ક, હોર્ડિગ્સ, બોર્ડ બેનરના ભાડાની આવક પણ ઉલ્લેખનીય છે. જોકે, અનેક સ્થળો પર ગેરકાયદેસર લગાવાતા બોર્ડ હોર્ડિગ્સને કારણે કોર્પોરેશનને લાખોની ખોટ જાય છે.

શહેરના નવા વિકાસ પામી રહેલા વિસ્તારો, માર્ગોનો સર્વે કરી નવ સાઇટો ઉભી કરવામાં અાવે તો અાવકમાં પણ વધારો થવાની પુરી શક્યતા છે. ભાવ. કોર્પો.ની હદમાં 5 ગામ ભળ્યાને વર્ષો થયા પરંતુ હજુ એટલી આવક થતી નથી. જ્યારે બીજી તરફ જુના ટેન્ડર પ્રમાણે હોર્ડિંગ્સની મુદત ગત વર્ષ 2020માં જ પુરી થઈ ગઇ હતી. આવા 49 સાઈટ છે કે જેની મુદત બે વર્ષ પહેલા પુરી થઈ ગઈ હતી. જેની કોર્પો.ને દર વર્ષે 15 લાખ જેવી આવક થતી હતી.

અધેવાડાની સાઇટની થશે નવી આવક
કોર્પો.ની હદમાં ભળેલા અધેવાડા વિસ્તારમાં એસ્ટેટ વિભાગ દ્વારા સર્વે કરી 36 નવી સાઇટ ઉભી કરી છે. જેની નવી અાવક કોર્પોરેશનને ઉપલબ્ધ થશે. તદુપરાંત જુના હોર્ડિંગ્સ સહિત 49 સાઈટની મુદત પુરી થઇ ગઈ છે. જે પૈકી 40 સાઈટ સહિત કુલ 76 સાઈટનું નવુ ટેન્ડર બહાર પાડવામાં અાવશે. જેની પણ અંદાજીત પચ્ચીસ થી ત્રીસ લાખની આવક થશે.

અન્ય સમાચારો પણ છે...