તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જ્યોતિષ:મંગળનુ કર્ક રાશિમાં 48 દિવસ ભ્રમણ કોરોનામાં રાહત પણ અન્ય રોગો વધશે

ભાવનગર22 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • આ સમયમાં દેશ-દુનિયામાં આગ, ભૂકંપ, દેશમાં અમુક વિસ્તારોમાં પ્રચંડ પવન સાથે વરસાદ, શીત યુધ્ધ, રાજકરાણમાં ઉથલપાથલ, પક્ષોમાં વિવાદ થશે

તા. 2જુન થી તા. 20 જુલાઇ 2021 સુધી લગભગ 48 દિવસ સુધી મંગળ કર્ક રાશિમાં ભ્રમણ કરશે, ગ્રહ મંડળનો સૌથી વધુ ક્રુર અને માનવ શરિરમાં પરિભ્રમણ કરતા રકત સંચાર ઉપર જેનું આધિપત્ય છે તે મંગળ કર્ક રાશીમાંથી ભ્રમણ શરૂ કરશે. ચંદ્રની આ રાશીમાં મંગળનું ભ્રમણ તા. 20 જુલાઈ 2021 સુધી બારે રાશીને કેટલાક મહત્વનાં લાભાલાભનો કારક બનશે. લગભગ દોઢ મહિના જેટલો લાંબો ગાળો મંગળ કર્ક રાશીમાં વિતાવશે. આ સાથે શનિ મહારાજ મકર રાશીમાં વર્કી ગતિથી ભ્રમણ કરે છે. નીચસ્થ મંગળ ઉપરનિ તીવ્ર દ્રષ્ટિ પડવાથી અશુભ યોગન નિર્માણ થાય છે.

આ સમયમાં દેશ-દુનિયામાં આગ, ભૂકંપ, દેશમાં અમુક વિસ્તારોમાં પ્રચંડ પવન સાથે વરસાદ, શીત યુધ્ધ, રાજકરાણમાં ઉથલપાથલ, પક્ષોમાં વિવાદ, - શૈક્ષણિક ક્ષેત્રમાં વિઘ્નો, પ્રજામાં નેતાઓ તથા તેમની કાર્યપધ્ધતિ પ્રત્યે આક્રોશ, માનસિક પરિસ્થિતિ અશાંત, ઉગ્ર સ્વભાવ વગેરે જેવી ગંભીર પરિસ્થિતિ બની શકે છે. કોરોનામાં ચોક્કસ રાહત મળે પરંતુ બ્લડ પ્રેશર, રકત વાહિની, ચામડીના, પેટના, પાચન તંત્રનાં, હ્દયને લગતા દર્દોથી પરેશાન રહશે. આ સાથે સોના-ચાંદીમાં તથા ઘેર બજારમાં બેતરફી ફેરફાર જોવા મળશે. લોખંડ, પ્લાસ્ટિ, રસાયણિક, વસ્તુનાં ભાવમાં વધારો થશે.

દાળ-કઠોળ સસ્તા થશે. પ્રોપર્ટીની ખરીદદારી અને વેચાણમાં વધારો થશે. જનીની તથા ંજળ સેનાની તાકાત વધશે તેમ શ્રીધર પંચાગ વાળા કિશન ભાઇ જોશીએ જણાવ્યુ હતુ. આ સમયમાં લાલ ચંદનનું તિલક કરવું., લાલ ફૂલ હનુમાજીને ચડાવવું, સિંદુર ચડાવવું, મંગળવારે તાંબાના વાસણમાં મસુરની દાલ ભરી હનુમાન મંદિરમાં દાન આપવું.નાહવાનાં પાણીમાં લાલ ચંદન ઉમેરી સ્નાનકરવું. ગણપતિ અથર્વાષેશનો પાઠ કરવો. વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો ફળદાયી થાય છે.

કર્ક રાશિનો મંગળ બારે રાશિને કેવા ફળો આપશે

 • ધન,મકર, કુંભ રાશિને મોટી પનોતી, મિથુન, તુલા રાશીને નાની પનોતી હોવાથી કાળા તલ, કાળા અડદ, તેલનું દાન કરવુ શનિ ચાલીસા તથા હનુમાન ચાલીસાના પાઠ નિયમીત કરવા.
 • મેષ : મંગળનું ભ્રમણ તમારો આત્મવિશ્વાસમાં વૃધ્ધિનું કારક બનશે. એકંદર સમય તમારા માટે વિકાસ અને પ્રગતિ સભર પસાર થતો જણાતો હોવા છતાં આ સમયમાં તમારો સંઘર્ષ ચાલુ રહેશે.
 • વૃષભ : આ ભ્રમણ શારિરીક બાબતોમાં કેટલીક પ્રતિકુળતાઓનો અનુભવ કરાવે એવી સંભાવના અહિ વ્યક્ત થઈ રહી છે. આ સમયમાં દર મંગળવારે 325 ગ્રામ ગોળ ગણપતીનાં મંદિરે ધરવા.
 • મિથુન : તમારી ભૌતિક સંપત્તિમાં વૃધ્ધિનો કારક બનશે. આ સમયમાં તમારી જીવનશૈલી વધુ ખર્ચાળ અને વૈભવશાળી બને અટવાયેલા રૂપિયા પાછા મળે.
 • કર્ક : તમે તમારા વિરોધીઓ, શત્રુઓ-અને પ્રતિસ્પર્ધીઓ ઉપર વિજય મેળવવામાં તમારા પ્રયાસોમાં સફળતા આપશે. તમે રોજીંદા કાર્યો સમયે પુરા ન થાય. તાણાવ રહે
 • સિંહ : તમે આકસ્મીક ખર્ચથી પરેશાની અનુભવશો. જમીન, મકાન અને બાંધકામનાં વ્યવસાયમાં કામ કરતા આ રાશીનાં જાતકોએ ધીરજ અને સહનશીલતા રાખવી, જુના વિવાદ ફરી શરૂ થાય.
 • કન્યા : તમારા ભૌતિક અને દુન્યવી સુખ,સંપત્તિમાં વૃધ્ધિ થઈ શકે છે. સંતાનાદિક કાર્યોમાં ધારેલી સફળતા મેળવવાનાં તમારા પ્રયાસો સફળતાને પ્રાપ્ત કરશે. તમારા પરાક્રમમાં વૃધ્ધિ થાય.
 • તુલા : તમારા કર્મનાં ઉદયનું કારક બનશે. ધન લાભ થાય. જમીનને લગતા મામલે ફાયદો થાય.
 • વૃશ્ચિક : તમારી શકિતનો શ્રેષ્ઠ ઉપયોગ કરી શકાય એવી કેટલીક સુંદર તકોનું નિર્માણ કરશે.
 • ધન: શારિરીક બાબતોમાં કાળજી રાખવી. તમારા આત્મવિશ્વાસ અને તમારી સાહસકિતામાં એક પ્રકારની ઉણપ આવે. ગુસ્સાના કારણે કામકાજ ખરાબ થઈ શકે.
 • મકર : સ્વાસ્થયને લગતી પરેશાની થઈ શકે. લગ્નજીવનમાં ઉતાર ચઢાવ આવે. અંહિ ધીરજ રાખવી બનશે.
 • કુંભ : જુના વાદ-વિવાદ ઉકેલાય, મહેનતના પ્રમાણમાં સિધ્ધિ હાંસલ થાય. એકંદરે મિશ્રિત ફળ આપે
 • મીન : આ દોઢ મહિનાંના સમય દરમીયાન વયસ્ક સંતાનોના પ્રશ્ને તમારી પરેશાની વધતી માલુમ પડશે, આ સમયમાં ગણેશ સાધના અને ભકિત શાંતિનો અનુભવ કરાવશે,
અન્ય સમાચારો પણ છે...