તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના કહેર:47 નવા પોઝિટિવ દર્દીઓ, 47 દર્દીઓ કોરોનામુક્ત

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા 1,668 થઈ
  • મહાનગરપાલિકા વિસ્તારમાં 26 અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં 21 પોઝિટિવ કેસ : બોટાદમાં આઠ પોઝિટિવ

આજે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કોરોના પોઝિટિવના 26 અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોના પોઝિટિવના નવા 21 કેસ મળતા આજે સમગ્ર જિલ્લામાં કુલ 47 પોઝિટિવ કેસ મળી આવ્યા હતા. આજના 47 કેસ સાથે અત્યાર સુધીમાં સમગ્ર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 1,668 થઈ ગઈ છે. આજે ભાવનગર શહેરી વિસ્તારમા 17 પુરૂષ અને 9 સ્ત્રી મળી કુલ 26 કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમાં ભાવનગર તાલુકાના ફરીયાદકા ગામ ખાતે 1, મહુવા તાલુકાના અમૃતવેલ ગામ ખાતે 1, પાલિતાણા ખાતે 6, પાલિતાણા તાલુકાના હડમિયા ગામ ખાતે 1, તળાજા ખાતે 7, તળાજા તાલુકાના ચુડી ગામ ખાતે 1, તળાજા તાલુકાના ટીમાણા ગામ ખાતે 1, તળાજા તાલુકાના પીંગળી ગામ ખાતે 1, તળાજા તાલુકાના જસપરા ગામ ખાતે 1 તથા તળાજા તાલુકાના ઘટવાડા ગામ ખાતે 1 કેસ મળી કુલ 21 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા વધુ સારવાર માટે દાખલ કરવામાં આવેલ છે.

જ્યારે આજરોજ ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારના 24 અને તાલુકાઓના 23 એમ કુલ 47 કોરોના પોઝીટીવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. મહુવા શહેરમાં આજે 1 અને ગ્રામ્ય વિસ્તારમાં 1 કોવિડ-19 પોઝિટીવ કેસ આવેલ છે. જેમાં શહેરમાં અલ્પેશ ઘનશ્યામભાઇ પટેલ (ઉ.વ.38) વિવેક પાર્ક, મુનીનગર પાસે, મહુવા તથા ગ્રામ્ય વિસ્તારમાં અમિતભાઇ મનસુખભાઇ કપોપરા (ઉ.વ.38) અમૃતવેલ મળી કુલ 2 કોવિડ-19 પોઝિટિવ કેસ જાહેર થવા પામેલ છે. જેમાંથી અલ્પેશને બજરંગદાસબાપા હોસ્પિટલ ભાવનગર ખાતે ખસેડવામાં આવેલ છે. તથા અનિલભાઇને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવેલ છે. આજે બોટાદ શહેર અને જિલ્લામાં નવા આઠ પોઝિટિવ કેસ નોંધાયા હતા.

કોર્પોરેશનના વધુ એક કર્મચારીનું કોરોનાથી મોત
ભાવનગર મહાનગરપાલિકાના સ્ટોર વિભાગમાં ક્લાર્ક તરીકેની ફરજ બજાવતા પ્રવિણભાઈ ચુડાસમાને પહેલા તાવ આવતો હતો અને બાદમાં કોરોના પોઝિટિવ આવ્યા બાદ આજે તેમનું મોત થતા સમગ્ર કોર્પોરેશનના કર્મચારીઓમાં શોકની લાગણી પ્રસરી વળી હતી.

અન્ય સમાચારો પણ છે...