તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસીકરણ:એક જ દિવસમાં કોરોનાના રસીકરણમાં 4654નો ઘટાડો

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 24 કલાકમાં પોણા ચાર ગણો ઘટાડો
  • ડેપ્યુટી CM આવ્યા તો 6364 લોકોનું રસીકરણ શહેરમાં થયેલુ઼ તે રવિવારે ઘટીને 1710 થઇ ગયું

કોરોનાના રસીકરણમાં પણ રાજકારણી આવે ત્યારે કેવો ફેર પડી જાય તે ગઇ કાલની ઘટનાએ ફરી એક વાર સિદ્ધ કરી આપ્યું. ભાવનગર શહેરમાં ગઇ કાલ શનિવારે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ આવવાના હોવાથી વેક્સિનનો જથ્થો પણ પૂરતા પ્રમાણમાં ફાળવાયો હતો અને દૈનિક સરેરાશ બેથી ત્રણ હજાર વેક્સિન મળતી હતી તે ગઇ કાલે 6364 વેક્સિનનો જથ્થો ઉપલબ્ધ થયો હતો.

પણ રાત ગઇ બાત ગઇ ની જેમ નીતિનભાઈ ગયા અને સાથોસાથ વેક્સિન પણ લેતા ગયા હોય તેની જેમ આજે શહેરમાં માત્ર 1710 લોકોને જ રસીકરણ કરી શકાયું હતુ. આ જ રીતે રસીકરણ ચાલશે તો ત્રીજી લહેર પણ ભાવનગર શહેર માટે ખતરનાક બની રહેશે. બીજી રીતે કહીએ તો એક જ દિવસમાં કોરોના રસીકરણમાં પોણા ચાર ગણો ઘટાડો નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...