મેઘમહેર:સૌરાષ્ટ્રમાં 62% વરસાદ સામે ભાવનગરમાં 46.31% મેઘમહેર

ભાવનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથમાં સૌથી વધુ 804 મી.મી. વરસાદ

આજથી શ્રાવણ માસનો આરંભ થયો છે ત્યારે ભાવનગર જિલ્લામાં અષાઢ માસમાં વરસાદની કૃપા તો વરસી પણ સતત ધીમા વરસાદને લીધે ગોહિલવાડ પંથકમાં આજ દિવસ સુધીમાં ચોમાસમાં કુલ વરસાદ 283 મી.મી. થયો છે. જે સિઝનના કુલ વરસાદના 46.31 ટકા થાય છે.

જ્યારે સમગ્ર સૌરાષ્ટ્રમાં શ્રાવણના આરંભે કુલ સરેરાશ વરસાદ 444 મી.મી. થયો છે જે ચોમાસાના કુલ એવરેજ વરસાદ 717 મી.મી.ના 61.94 ટકા થાય છે. ગીર સોમનાથમાં તો આજ સુધીમાં કુલ 804 મી.મી. એટલે કે 32 ઇંચથી વધુ વરસાદ અષાઢના અંત સુધીમાં વરસી ગયો છે. હજી શ્રાવણ અને ભાદરવો તેમજ આસોમાં પણ વરસાદ વરસવાનો બાકી છે.

જિલ્લા મુજબ વરસાદ

જિલ્લોકુલ વરસાદઆજ સુધી વરસાદટકાવારી
સુરેન્દ્રનગર592 મી.મી.275 મી.મી.46.47 ટકા
રાજકોટ707 મી.મી.408 મી.મી.57.70 ટકા
મોરબી553 મી.મી.327 મી.મી.59.14 ટકા
જામનગર700 મી.મી.435 મી.મી.62.09 ટકા
દ્વારકા729 મી.મી.593 મી.મી.81.34 ટકા
પોરબંદર764 મી.મી.645 મી.મી.84.52 ટકા
જૂનાગઢ953 મી.મી.693 મી.મી.72.65 ટકા
ગીરસોમનાથ973 મી.મી.804 મી.મી.82.60 ટકા
અમરેલી673 મી.મી.371 મી.મી.55.13 ટકા
ભાવનગર611 મી.મી.283 મી.મી.46.31 ટકા
બોટાદ609 મી.મી.264 મી.મી.43.39 ટકા
સૌરાષ્ટ્ર717 મી.મી.444મી.મી.61.94 ટકા

સૌરાષ્ટ્રના બે તાલુકામાં 100 ટકાથી વધુ વરસાદ
સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વરસાદ ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકામાં વરસ્યો છે. જ્યાં સિઝનનો કુલ વરસાદ 893 મી.મી. પડતો હોય છે તેની સામે આજ સુધીમાં 1190 મી.મી. એટલે કે 133.29% વરસાદ વરસી ગયો છે. ઉપરાંત દેવભૂમિ દ્વારકામાં ચોમાસમાં વરસાદની કુલ એવરેજ 531 મી.મી. છે તેની સામે આજ સુધીમાં 558 મી.મી. એટલે કે 105.16% વરસાદ વરસી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...