નેત્ર યજ્ઞ કેમ્પ:ભાવનગરની શિશુવિહાર સંસ્થા ખાતે જરૂરિયાતમંદ દર્દીઓનો 452મો નેત્ર યજ્ઞ કેમ્પ યોજાયો

ભાવનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભાવનગરની શિશુવિહાર સંસ્થા ખાતે જરૂરિયાતમંદ દર્દીઓનો 452મો નેત્ર યજ્ઞ કેમ્પ યોજાયો હતો. દર્દી દેવોભવની ભાવનાથી વર્ષ 1968થી ચાલતા પ્રભુકૃપા નેત્રયજ્ઞમાં શિશુવિહાર સંસ્થાના તમામ કાર્યકરોએ સેવા આપી હતી. શહેરની જાણીતી સેવાભાવી સંસ્થા ખાતે પ્રભુકૃપા નેત્ર યજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શિશુવિહાર સંસ્થામાં પટાંગણ ખાતે સ્વ.માતુ ભાગીરથીબેન મનસુખલાલ આચાર્યની સ્મૃતિમાં જામનગર સ્થિત ડૉ.કે.એમ. આચાર્યના સૌજન્યથી 452મો પ્રભુકૃપા નેત્રયજ્ઞ સંસ્થા ખાતે યોજાયો હતો.

નેત્રયજ્ઞમાં 115 દર્દીઓની તપાસ કરાઈ
સ્વ. રસિકલાલ છગનલાલ દવેના રમારણાર્થે રાજેશભાઈ રસિકલાલ દવેની ઉપસ્થિતિમાં 452મો પ્રભુકૃપા નેત્રયજ્ઞ આજ રોજ શુક્રવારના રોજ શિશુવિહાર પ્રાંગણમાં યોજાયો હતો. ગુજરાત અંધત્વ નિવારણ સોસાયટી તથા શિવાનંદ આઈ હોસ્પિટલના સહયોગથી યોજાયેલ પ્રભુકૃપા નેત્રયજ્ઞમાં 115 દર્દીઓની આંખ તપાસ ડૉ.શ્રુતિબહેનની ટીમ દ્વારા કરવામાં આવી. જે તમામને શિશુવિહાર પરિસરમાં ડૉ.મીનાક્ષીબેન ભરતભાઈ ગરીવાલા ભોજનાલયમાં સવારે ચા-નાસ્તો તથા બપોરે ભોજન બાદ જરૂરિયાત મંદ 22 દર્દીઓને કેટ્રેક સર્જરી માટે તેમજ દર્દીઓના 22 સહાયકોને ખાસ બસમાં વિરનગર લઈ જવામાં આવ્યા.

દર્દીઓને સોલપુરી શાલ ભેટ આપવામાં આવી
શિયાળાની ઠંડા વાતારણમાં શરીરના રક્ષણ માટે ડો. કે. એમ. આચાર્ય તરફથી દર્દીઓને સોલપુરી શાલ ભેટ આપવામાં આવી હતી. આ ઉપરાંત સ્વ.રસિકલાલ દવેના સૌજન્યથી 452મો પ્રભુકૃપા નેત્રયજ્ઞમાં 15 દર્દીઓને તા.28 નવેમ્બરના રોજ લઈ કેટ્રેક સર્જરી માટે લઈ જવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...