ચૂંટણી પંચના સતત સક્રિય અભિગમને લીધે યુવા મતદારો કે જે આ વખતની વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ વખત મતદાન કરવાના છે તેની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. તા. 1 ડિસેમ્બરના રોજ રાજ્યમાં પ્રથમ તબક્કાનું મતદાન થવાનુ઼ છે તેમાં જે 89 બેઠકોનો સમાવેશ કરાયો છે તેમાં કુલ 5,87,175 મતદારો પ્રથમ વખત પોતાના મતાધિકારનો પ્રયોગ કરશે. જેમાં આ પ્રથમ તબક્કામાં સુરત જિલ્લામાં સૌથી વધુ 1,02,506 અને ત્યારે બાદ ભાવનગર જિલ્લામાં 45,277 યુવા મતદારો નોંધાયા છે.
અગાઉ કોઇ યુવાનની ઉંમર 1 જાન્યુઆરીના રોજ 18 વર્ષ પૂર્ણ થતી હોય તો તેને તે વર્ષે યોજાતી ચૂંટણીમાં મતદાનનો અધિકાર મળતો હતો મતદાનની પ્રક્રિયામાં વધુમાં વધુ યુવાઓ ભાગીદાર બને તે હેતુથી ભારતના ચૂંટણી પંચે 17, જૂન, 2022ના રોજ નિયમમાં ફેરફાર કરીને લાયકાતમાં સુધારો કર્યો છે. હવે 1 જાન્યુઆરી .પરાંત 1 એપ્રિલ, 1 જુલાઇ, અને 1 ઓક્ટોબરે 18 વર્ષ પૂર્ણ કર્યા હોય તે યુવાનો આ ચૂંટણીમાં મતદાન કરી શકશે.
આ સુધારણા કાર્યક્રમ હેઠળ રાજ્યમાં બન્ને તબક્કામાં કુલ 11,74,370 યુવા મતદારો નોંધાયા છે અને સુધારણાના અંતિમ કાર્યક્રમ તા.1-1-2022થી 1-10-2022 સુધીમાં 18 વર્ષના થયા હોય તેવા 3,24,420 યુવા મતદારો ઉમેરાયા છે તેમ રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પી.ભારતીએ માહિતી આપતા જણાવ્યું હતુ. આમ ભાવનગરમાં 1લી ડિસેમ્બરે યોજાનારી ચૂંટણીના પરિણામમાં આ યુવા મતદારોના મત અત્યંત અગત્યના અને મહત્વપૂર્ણ બની રહેશે.
બીજા તબક્કામાં અમદાવાદમાં સૌથી વધુ યુવા મતદાર
વિધાનસભામાં બીજા તબક્કામાં 93 બેઠક પર મતદાજ થવાનુ઼ છે તેમાં કુલ 5,87,198 મતદારો પ્રથમ વખત પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે. જેમાં સૌથી વધુ યુવા મતદારોમાં અમદાવાદ જિલ્લો 93,428 મતદારો સાથે પ્રથમ ક્રમે છે. ત્યાર બાદ બનાસકાંઠામાં 81,515, વડોદરા જિલ્લામાં 47,343, દાહોદમાં 47,194 તેમજ મહેસાણામાં 40,930 યુવા મતદારો વધ્યા છે. તો જ્યાં સૌથી ઓછા મતદારો વધ્યા છે તેવા જિલ્લાઓમાં છોટા ઉદેપુરમાં 20,638, મહિસાગરમાં 21,323, અરવલ્લી જિલ્લામાં 23,084, ગાંધીનગર જિલ્લામાં 27,599 તેમજ સાબરકાંઠામાં 31,076 મતદારો વધ્યા છે.
ગારિયાધારમાં સૌથી વધુ 5,185 વયસ્ક મતદારો
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જિલ્લાની 7 બેઠકો માટે 18-19 વર્ષની વયના 45,277 યુવા મતદારો નોંધાયેલા છે. જેઓ વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે પ્રથમ વાર મતદાન કરશે. જિલ્લામાં 80 વર્ષ કે તેથી વધુ વયના 29,662 મતદારો છે. વિધાનસભાની ચૂંટણીમાં જિલ્લામાં કુલ 16,27,954 મતદારો નોંધાયેલા છે.
જિલ્લાના 7 મતક્ષેત્રોમાં સૌથી વધુ 7,957 મતદારો ભાવનગર ગ્રામ્ય બેઠક પર નોંધાયેલા છે તો જ્યારે સૌથી ઓછા 5,061 મતદારો ગારિયાધાર મત વિભાગમાં નોંધાયેલ છે. એ જ રીતે જિલ્લામાં 80 વર્ષ કે તેથી વધુ વયના 29,662 મતદારો છે. જિલ્લામાં ગારિયાધાર વિધાનસભા ક્ષેત્રમાં સૌથી વધુ 5,185 વયસ્ક મતદારો છે તો ભાવનગર પશ્ચિમ મત વિભાગમાં 3,245 વયસ્ક મતદારો છે
પ્રથમ તબક્કામાં યુવા મતદારોની સંખ્યા | |
જિલ્લો | યુવા મતદાર |
સુરત | 1,02,506 |
ભાવનગર | 45,277 |
રાજકોટ | 42,973 |
કચ્છ | 42,294 |
સુરેન્દ્રનગર | 39,437 |
જિલ્લો | યુવા મતદાર |
બોટાદ | 15,612 |
નર્મદા | 15,796 |
તાપી | 13,800 |
પોરબંદર | 13,561 |
ડાંગ | 8,680 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.