કોરોના કહેર:કોરોના પોઝિટિવના 45 નવા કેસ મળ્યા, 37 દર્દીઓ કોરોના મુક્ત

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 496 દર્દીઓ હાલ સારવારમાં, મહુવામાં નવા 4 કેસ
  • ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાંથી 27 અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી 18 પોઝિટિવ કેસ મળ્યા : બોટાદમાં 6 કેસ

આજે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાંથી કોરોના પોઝિટિવ ના 27 કેસ મળ્યા હતા જ્યારે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી 18 પોઝીટીવ કેસ મળતા આજે એક જ દિવસમાં સમગ્ર જિલ્લામાં કોરોના પોઝિટિવ ના 45 કેસ મળ્યા હત. આથી જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 2,553 થઈ છે.

આજે ભાવનગર શહેરી વિસ્તારમા 18 પુરૂષ અને 9 સ્ત્રી મળી કુલ 27 કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા જેસર ખાતે 1, મહુવા ખાતે 3, પાલિતાણા ખાતે 1, પાલિતાણા તાલુકાના નાનીમાળ ગામ ખાતે 1, સિહોર ખાતે 2, સિહોર તાલુકાના પીપરડી ગામ ખાતે 1, તળાજા ખાતે 1, તળાજા તાલુકાના ખદરપર ગામ ખાતે 1, તળાજા તાલુકાના અલંગ ગામ ખાતે 1, તળાજા તાલુકાના સથરા ગામ ખાતે 1, ઉમરાળા તાલુકાના ચોગઠ ગામ ખાતે 1, ઉમરાળા તાલુકાના ધોળા ગામ ખાતે 2, ઉમરાળા તાલુકાના લંગાળા ગામ ખાતે 1 તેમજ વલ્લભીપુર તાલુકાના પાટણા ગામ ખાતે 1 કેસ મળી કુલ 18 લોકોના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે. આજે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારના 21 અને તાલુકાઓના 16 એમ કુલ 37 કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.

જ્યારે આજે બોટાદ જિલ્લા માંથી કોરોના પોઝિટિવ કેસ મળી આવ્યા હતા ત્યારે પાંચ દર્દીઓ કોરોના મુક્ત થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. મહુવામાં આજે 1 તથા ગ્રામ્યમાં 3 મળી કુલ 4 કોવિડ-19 પોઝિટિવ કેસ આવેલ છે. વલભીપુર સંકલિત બાળ વિકાસ કચેરી હેઠળની ભલાણીશેરી વિસ્તારમાં આંગણવાડી કેન્દ્રમાં કાર્યકર તરીકે સેવા આપતા એક મહિલાનો કોરોના રિર્પોટ આજે પોઝિટિવ આવતા આંગણવાડી કાર્યકર્તાઓમાં ફફડાટ ફેલાયો છે.

અન્ય સમાચારો પણ છે...