તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અનોખા પક્ષીઓનું આગમન:ભાવનગરમાં મળ્યા ઈન્ડિયન સ્કીમર જાતિના 45 પક્ષી, ચંબલમાં બ્રીડ કરતા 2000 માંથી 200 પક્ષીઓ જામનગર ખાતે, બાકીના રેકોર્ડ વિહોણા

ભાવનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ભયજનક સ્થિતિની જાતિના આટલા પક્ષીઓ મળવા ભાવનગરની જૈવ વિવિધતા માટે મહત્વની બાબત

બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી અને બર્ડ કાઉન્ટ ઇન્ડિયા દ્વારા તાજેતરમાં ઇન્ડિયન સ્કીમર ( જળહળ) ની ગણતરી હાથ ધરવામાં આવી હતી. તા.19 અને 20 ડિસેમ્બર નાં રોજ ભાવનગર નાં અલગ અલગ વિસ્તારોમાં ગણતરી માટે 25 પ્રકૃતિપ્રેમીઓ જોડાયા હતા. ગણતરી અંતર્ગત ગલ્ફ ઓફ ખંભાત નાં વિસ્તારમાં 45 ઇન્ડિયન સ્કીમર મળી આવ્યા હતા. ભાવનગર માં એકસાથે આટલી સંખ્યામાં સ્કીમર મળવાની આ પ્રથમ ઘટના છે. આ સાથે પ્રથમ તબ્બકા ની ઇન્ડિયન સ્કીમર ગણતરી પૂરી થઈ હતી.

વર્ષ 2020 માં ઇન્ડિયન સ્કીમર ને આઇ.યુ.સી.એન લિસ્ટમાં ભયજનક અવસ્થામાં મૂકવામાં આવી છે. ચંબલ ( રાજસ્થાન ) માં બ્રીડ કરીને ફક્ત 200 જેટલા પક્ષીઓ ગુજરાત નાં જામનગર વિસ્તારમાં જોવા મળે છે. બાકીના પક્ષીઓની હાજરી અંગે કોઈ ઠોસ માહિતી ન હોવાથી દેશના 15 રાજ્યોમાં ગણતરી હાથ ધરાઇ હતી. છે.ભાવનગર નાં વિસ્તાર માટે તેઓ પેસેજ માઇગ્રંટ હોવાથી અહીં વધારે જોવા મળતા નથી. ત્યારે એકસાથે 45 પક્ષીઓ જોવા મળવા ભાવનગર ની જૈવ વિવિધતા માટે પણ મહત્વની વાત છે. ગલ્ફ ઓફ ખંભાત માં પક્ષી પ્રેમીઓ કંદર્પ અંધારિયા, જીગર વાકાણી, વિવેક ઉપાધ્યાય, હિમાંશુ બોરીચા, ઝંકાર શાહ અને શીતલ દવે દ્વારા સ્કીમર નું સાઈટિંગ નોંધવામાં આવ્યું હતું. આ સિવાય બોર તળાવ, લાખણકા ડેમ અને અવાણીયાં ખાતે પણ તેમની ગણતરીના પ્રયત્નો થયા હતા. ગલ્ફ ઓફ ખંભાત ખાતે 2019 માં પણ 30 જેટલા ઇન્ડિયન સ્કીમર નો રેકોર્ડ નોંધાયો હતો. આ વર્ષે તેમાં વધારો ભાવનગર માટે અત્યંત મહત્વપૂર્ણ ઘટના ગણી શકાય. જાન્યુઆરી માં આ પક્ષીની દ્વિતીય સ્તરની ગણતરી પણ યોજાનાર છે.

ઇન્ડિયન સ્કીમર ભયજનક અવસ્થામાં કેમ પહોંચ્યું ?
ઇન્ડિયન સ્કીમર ને તાજેતરમાં આઇ.યુ.સી.એન લિસ્ટમાં ભયજનક અવસ્થામાં મૂકવામાં આવ્યું છે. છેલ્લા 11 વર્ષમાં આ પક્ષીની સંખ્યા 20 ટકા જેટલી ઘટી છે. ડેમ, ઇરીગેશન અને સેન્ડ માઈનિંગ વગેરે કારણો નાં કોલોની નું ધોવાણ અને ઓછા પાણીના સ્તર ને પ્રેરે છે. જેના લીધે શિકારીઓ ખૂબ આસાનીથી જે તે વિસ્તારમાં પહોંચે છે અને ઈંડા તથા બચ્ચાને નુકસાન પહોંચાડે છે. તેમની પ્રજનન ક્ષમતા થી વધુ મૃત્યુ થઈ રહ્યું છે જેના લીધે તેમની સંખ્યા ઘટે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો