પૂછપરછ:ભાવનગરથી અમરનાથ ગયેલી 9 બસના 445 યાત્રાળુઓ સલામત

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 6 બસ પહેલગામ અને 3 બસ અમૃતસરમાં સ્થગિત , સોમવારે ભાવનગર આવવા નિકળશે

\પવિત્ર અમરનાથ યાત્રાધામ આભ ફાટવાની દુર્ઘટના સંદર્ભે ભાવનગર શહેર અને જિલ્લાનાં યાત્રાળુઓ સંબંધે ચિંતાભરી પૂછપરછ થઇ રહી હોય ભાવનગર જિલ્લા ડિઝાસ્ટર કન્ટ્રોલનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતુ કે તંત્રને માહિતી આપતા ભાવનગર જિલ્લા ટ્રાવેલ એજન્સી એસોસિએશનનાં પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહિલે જણાવ્યું હતુ કે અમરનાથ યાત્રા માટે ભાવનગરથી કુલ 9 બસ ગયેલ છે. જેમાં રહેલા કુલ 445 યાત્રાળુઓ તમામ સલામત સ્થિતિમાં છે અને સોમવારે ભાવનગર પરત ફરવા માટે રવાના થશે.

આ 9 બસ પૈકી પૈકી કુલ 6 બસ હાલ પહેલગામ ખાતે છે, આ 6 બસનાં કુલ મળીને 265 યાત્રીઓ/ટ્રાવેલ સ્ટાફ મેમ્બર છે. તેના તમામ સલામત અને સ્વસ્થ છે, અને સંપર્કમાં છે, એજન્સીઓ વતી એમની સાથે રહેલ હિરેનભાઈ નામનાં વ્યક્તિએ આ માહિતી આપી હતી. આવતીકાલ રવિવારે ઈદ હોય પરમદિવસ તા.11 જુલાઇને સોમવારે તેઓ ભાવનગર પરત ફરવા માટે નીકળશે.

આ ઉપરાંતની ભાવનગરથી યાત્રામાં ગયેલી અન્ય ત્રણ બસને હાલ અમૃતસર ખાતે હોલ્ડ કરી દેવામાં આવેલ છે, જેમાં કુલ મળીને 180 જેટલા લોકો છે. આ તમામ પણ સલામત છે, આ માહિતી પણ એજન્સીના પ્રમુખ રાજેન્દ્રસિંહએ આપેલ છે.કોઈ યાત્રિકનો નેટવર્કનાં હિસાબે સંપર્ક ન થાય તો પણ ચિંતા ન કરવા જણાવેલ છે.

અન્ય સમાચારો પણ છે...