સંકલ્પપત્રો:મતદાન વધારવા માટે શાળાઓમાં 4,35,600 સંકલ્પપત્રો વિતરિત કરાયા

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શાળા-કોલેજોના વિદ્યાર્થીઓને સંકલ્પપત્રો અપાશે અને વાલીઓને ભરીને 18મી સુધીમાં પરત કરવાના રહેશે : અવસર અભિયાન હેઠળ નવતર પ્રયોગ

આગામી તારીખ પહેલી ડિસેમ્બરના રોજ ભાવનગર જિલ્લાની સાત વિધાનસભા માટે મતદાન થવાનું છે ત્યારે ચૂંટણી વિભાગ દ્વારા મહત્તમ મતદાન થાય તે માટે જાગૃતિના પ્રયાસો અવસર અભિયાન હેઠળ હાથ ધરવામાં આવ્યા છે. જે અંતર્ગત હવે મતદાર જાગૃતિ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ મારફત તેમના વાલીઓને સંકલ્પ પત્ર ભરાવવાનું આયોજન કરવામાં આવ્યું છે અને વાલીની સહી મેળવીને સંકલ્પ પત્ર 18 નવેમ્બર સુધીમાં પરત મેળવવાના રહેશે સમગ્ર જિલ્લામાં કુલ 4,35,600 સંકલ્પ પત્રો ફાળવવામાં આવ્યા છે.

ભાવનગર જિલ્લાની તમામ સરકારી, બિનસરકારી તેમજ ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક શાળાઓ તથા ઉચ્ચ શૈક્ષણિક સંકુલોમાં વિદ્યાર્થીઓ મારફતે તેમના વાલીઓને મતદાન માટેનો સંકલ્પ કરાવી તેમાં વિગતો સાથેનું પત્રક વાલીઓએ આપવાનું રહેશે અને વાલીની સહી કરાવીને 18 નવેમ્બર સુધીમાં પરત મેળવવાનું રહેશે તેવું આયોજન કરાયું હોય આ માટે તમામને સંકલ્પ પત્ર વિતરણ માટેનું આયોજન ગોઠવવામાં આવ્યું છે. સંકલ્પ પત્ર વિતરણ ની માહિતી 19 નવેમ્બરના રોજ બપોરે 2:00 વાગ્યા સુધીમાં તમામ વિધાનસભા મતવિસ્તાર પાસેથી સંકલિત કરીને માહિતી મોકલવા પણ જણાવવામાં આવ્યું છે. વિધાનસભાની ચૂંટણીમાં મતદાનની ટકાવારી વધે તે માટે ચૂંટણી તંત્ર દ્વારા શાળા-કોલેજોમાં પ્રયાસ હાથ ધરાયો છે.

અન્ય સમાચારો પણ છે...