તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ શમ્યો:યુનિ.ના બજેટની 43% રકમ તો પગારમાં ખર્ચાય છે

ભાવનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • યુનિ.માં વિકાસલક્ષી કાર્યો માટે આ વર્ષે 47.13 કરોડની જોગવાઇ
 • યુનિ.ની ઓનલાઇન કોર્ટ સભામાં રૂા.162 કરોડનું બજેટ સર્વાનૂમતે મંજૂર

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ. દ્વારા વિરોધના વંટોળ બાદ આખરે આજે કોર્ટ સભા ઓનલાઇન યોજાઇ ગઇ જેમાં વિરોધ કરતા કોર્ટ સભ્યો પણ જોડાયા હતા. આ ઓનલાઇન બેઠકમાં કુલપતિ , કુલસચિવ સહિત 48 કોર્ટ સભ્યોએ ભાગ લીધો હતો. આ સભામાં યુનિ.ના આગામી વર્ષ 2021-22ના રૂા.162.45 કરોડના બજેટને સર્વાનૂમતે બહાલ કરાયું હતુ. ખાસ તો યુનિ.માં વર્ષ 2012-13 થી વર્ષ 2016-17 દરમિયાન તમામ ફેકલ્ટીમાં પ્રવેશ મેળવી ગ્રેજ્યુએશન પૂર્ણ કરવાનો બાકી હોય તેમને તક આપવામાં આવે તે અંગે યુનિ.એ આજે હકારાત્મક વલણ લઇ આગાળ ચર્ચા કરી નિર્ણય લેવાશે તેવો નિર્દેશ આપ્યો હતો. જેથી ગ્રેજ્યુએશન બાકી હોય તેવા કેટલાય વિદ્યાર્થીઓને એ.સી./ઇ.સી.ના ફાઇનલ નિર્ણય બાદ લાભ થશે. આ વખતે બજેટમાં ખર્ચ પૈકી 43 ટકા રકમ તો પગાર પેટે ખર્ચાય જાય છે આમ છતાં આ બજેટમાં કુલ રકમના 29 ટકા એટલે કે 47.13 કરોડ વિકાસલક્ષી કાર્યો પાછળ ખર્ચાવાના છે.

કોરોનાથી અવસાન થયું હોય તેવા વિદ્યાર્થીઓ, કર્મચારીઓને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. ગત સભાની મિનિટસને મંજૂરી અપાઇ હતી.ત્યાર બાદ કોર્ટ સભ્યોના પ્રશ્નોના ઉત્તરો અપાયા હતા. પ્રશ્નોત્તરી કાળ ઉપરાંત પણ ચર્ચા કરાઇ હતી. સમયમર્યાદામાં સાત ઠરાવ રજૂ કરાયા હતા. બાકીના ઠરાવ રેકર્ડમાં રાખવાનો નિર્ણય કરાયો હતો. વાર્ષિક અહેવાલ અને વાર્ષિક હિસાબોને મંજૂરી અપાઇ હતી. ડો.ભારતીબહેન દવેએ યુનિ.નું 2021-22ના વર્ષનું કુલ રૂા.162.45 કરોડનુ઼ બજેટ રજૂ કર્યું હતુ જેને સર્વાનૂમતે બહાલ રખાયું હતુ. કુલપતિ ડો.મહિપતસિંહ ચાવડાએ જણાવ્યું હતુ કે આ એક જ વર્ષમાં યુનિ.માં ઓનલાઇન પ્રવેશ, પરીક્ષામાં પ્રેક્ટિકલ મહેનતાણા, વર્ગવધારા, LIC જેવા મુદ્દે જે સુધારા કરાયા છે તેથી આ સમયગાળામાં રૂા.10.47 કરોડની બચત થઇ છે.

વિદ્યાર્થી અને સંશોધનલક્ષી કામગીરી
અગાઉ યુનિ.માં સેમિનાર પણ જાણે પૂર્ણવિરામ મુકાઇ ગયું હોય તેવી સ્થિતિ આવી ગઇ હતી પણ ગત વર્ષે કોરોનની સ્થિતિમાં 32 વેબિનાર થયા હતા તેના આગળના વર્ષે 12 સેમિનાર થયા હતા. જ્યારે દર વર્ષે કોપીકેસમાં વિદ્યાર્થીઓ ઝડપાય તેની સંખ્યા એવરેજ 700ની રહેતી તે આ વર્ષે ઘટીને 145 થઇ ગઇ છે.

યુનિ.ની હવે આર્થિક સદ્ધરતા તરફ ગતિ
એમ.કે.બી.યુનિ.માં જે જે સુધારા કરાયા તેનાથી છેલ્લાં બે વર્ષમાં યુનિ. પાસે કુલ રૂા.44.50 કરોડની ફિક્સ ડિપોઝિટ જમા થઇ છે તેમ કુલપતિ ડો.મહિપતસિંહ ચાવડાએ જણાવ્યું હતુ.

રૂસાની આગામી વર્ષે 10 કરોડની ગ્રાન્ટની અપેક્ષા
યુનિ.ને રૂસા તરફથી રૂા.20 કરોડની ગ્રાન્ટ મંજૂર થઇ છે તે પૈકી 10 કરોડની ગ્રાન્ટ ચાલુ વર્ષે અને 10 કરોડની ગ્રાન્ટ 2021-22ના આગામી વર્ષે અંદાજવામાં આવી છે. વિકાસલક્ષી યોજનાઓમાં યુજીસી તરફથી 12મી પંચવર્ષીય યોજનાઓમાં કુલ 520.90 લાખ મળ્યાં છે અને 2021-22ના વર્ષ માટે 336 લાખ અપેક્ષિત છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો