તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના કહેર:જિલ્લામાં કોરોનાના નવા 43 કેસ, 42 દર્દી કોરોના મુક્ત

ભાવનગર10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં કુલ 3,603 પોઝિટિવ કેસ થયા

આજે ભાવનગર મહાનગર પાલિકા વિસ્તારમાં કોરોના પોઝિટિવના નવા 28 અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોના પોઝિટિવના નવા 15 કેસ નોંધાતા આજે એક જ દિવસમાં સમગ્ર જિલ્લામાં કોરોના પોઝિટિવના નવા 43 કેસ નોંધાયા હતા. આથી જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 3,603 થવા પામી છે. જ્યારે બોટાદમાં 10 નવા કેસ મળી આવ્યા છે. આજે ભાવનગર શહેરી વિસ્તારમા 14 પુરૂષ અને 14 સ્ત્રી મળી કુલ 28 કેસો નોંધાયા છે.

જ્યારે તાલુકાઓમા ભાવનગર તાલુકાના ઉંડવી ગામ ખાતે 1, ઘોઘા તાલુકાના નેસવડ ગામ ખાતે 1, ઘોઘા તાલુકાના માલપર ગામ ખાતે 2, ઘોઘા તાલુકાના લાકડીયા ગામ ખાતે 1, પાલિતાણા ખાતે 2, પાલિતાણા તાલુકાના રાણપરડા ગામ ખાતે 1, પાલિતાણા તાલુકાના મેઢા ગામ ખાતે 1, ગારિયાધાર ખાતે 1, સિહોર ખાતે 3, તળાજા તાલુકાના પીપરાળા ગામ ખાતે 1 તેમજ મહુવા ખાતે 1 કેસ મળી કુલ 15 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામાં આવેલ છે. આજે ભાવનગર મહાનગર પાલિકા વિસ્તારના 31 અને તાલુકાઓના 11 એમ કુલ 42 કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.

અન્ય સમાચારો પણ છે...