તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સારા સમાચાર:એક જ સપ્તાહમાં રિકવરી રેઇટમાં 4.22 ટકાનો વધારો

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 24 કલાકમાં 364 પોઝિટિવ કેસ, 327 દર્દીઓ કોરોનામુક્ત

ભાવનગર શહેર અને જિલ્લામાં છેલ્લાં કેટલાક દિવસથી કોરોનાના પોઝિટિવ કેસની સામે સાજા થઇ રહેલા દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર પ્રમાણમાં વધારો થતો સમગ્ર જિલ્લામાં રિકવરી રેઇટ એક જ સપ્તાહમાં 4.22 ટકા વધીને 73.95 ટકા થઇ ગયો છે. આજે સમગ્ર જિલ્લામાં કુલ પોઝિટિવ કેસ 364 નોંધાયા અને તેની સામે 327 દર્દીઓ કોરોનામુક્ત થયા હતા. આજે શહેરમાં 2 અને તાલુકા-ગ્રામ્યમાં એક દર્દીનું મોત સરકારી ચોપડે કોરોનાથી થયું હતુ.

ભાવનગર શહેરમાં આજે 253 પોઝિટિવ કેસ નોંધાયા હતા જેમાં 160 પુરૂષ અને 93 મહિલાનો સમાવેશ થાય છે. જ્યારે 279 દર્દીઓ કોરોનામુક્ત થયા હતા. જેમાં 202 પુરૂષ અને 77 મહિલાનો સમાવેશ થાય છે. આજે ભાવનગર શહેર ખાતે રહેતા બે કોરોના પોઝિટિવ દર્દીઓ અને તાલુકાઓમાં ઘોઘા તાલુકાનાં અવાણીયા ગામ ખાતે રહેતા કોરોના પોઝિટિવના 45 વર્ષીય પુરૂષ મળી કુલ 3 દર્દીઓનું સારવાર દરમ્યાન અવસાન થયેલ છે. તાલુકા-ગ્રામ્ય કક્ષાએ આજે 111 પોઝિટિવ કેસ નોંધાયા જ્યારે 48 દર્દી કોરોનામુક્ત થયા હતા.

ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં 279 અને તાલુકાઓમાં 48 કેસ મળી કુલ 327 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. આમ જિલ્લામાં નોંધાયેલા 18,047 કેસ પૈકી હાલ 4,464 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લામાં 237 દર્દીઓનુ અવસાન થયેલ છે.

10 તાલુકાઓમાં કુલ 111 પૈકી સિહોરમાં 72 કેસ
તાલુકાઓમાં ભાવનગર તાલુકામાં 9, ઘોઘા તાલુકામાં 11, તળાજા તાલુકામાં 12, પાલિતાણા તાલુકામાં 4, વલ્લભીપુર તાલુકામાં 1, સિહોર તાલુકામાં 72, ગારીયાધાર તાલુકામાં 1 તેમજ ઉમરાળા તાલુકામાં 1 કેસ મળી કુલ 111 લોકોના કેસ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે. આમ 10 તાલુકાઓમાં કુલ કેસના 65 ટકા કેસ એકલા સિહોર તાલુકામાં નોંધાયા છે.

સમગ્ર જિલ્લામાં કુલ 13,346 દર્દીઓ સાજા થયા
ભાવનગર જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 18,047 થઇ ગઇ છે તેની સામે આજ સુધીમાં 13,346 દર્દીઓ સાજા થઇ જતાં સમગ્ર જિલ્લામાં રિકવરી રેઇટ વધીને 73.95 ટકા થઇ ગયો છે. આજથી એક સપ્તાહ પૂર્વે 4 મેના રોજ ભાવનગર જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 15,487 થઇ હતો અને તેની સામે 10,799 દર્દીઓ સાજા તથા સમગ્ર જિલ્લામાં રિકવરી રેઇટ ઘટીને 69.73 ટકા થઇ ગયો હતો. એક સપ્તાહમાં રિકવરી રેઇટ 4.22%નો વધારો થયો છે.

અન્ય સમાચારો પણ છે...