તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિક્ષણ:MBAની 42 અને MCAની 34 કોલેજોને એકે’ય વિદ્યાર્થી ન મળ્યો, એમ.બી.એ.માં રાજ્યમાં માત્ર એક જ ભવન 100 ટકા પૂર્ણ

ભાવનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
 • બે રાઉન્ડના અંતે ખાલી બેઠકોની માહિતી સમિતીની વેબસાઈટ www.jacecldce.ac.in પર જાહેર કરાઈ

એડમિશન કમિટિ ફોર પ્રોફેશનલ કોર્સીસ દ્વારા જણાવાયું છે કે શૈક્ષણિક વર્ષ 2020-21ની એમ.બી.એ.-એમ.સી.એ.અભ્યાસક્રમોની સીમેટ-2020 વિદ્યાર્થીઓની ઓનલાઇન પ્રવેશ કાર્યવાહી અંતર્ગત આજે પ્રવેશની કાર્યવાહી પૂર્ણ થયેલી જાહેર કરીને ગ્રાન્ટેડ તથા સેલ્ફ ફાયનાન્સ કોલેજોમાં ખાલી રહી ગયેલી બેઠકોનું પ્રોવિઝનલ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ યાદી મુજબ રાજ્યમાં એમ.બી.એ.ની 42 અને એમ.સી.એ.ની 34 કોલેજોને એક પણ વિદ્યાર્થી મળ્યો નથી. બીજા રાઉન્ડના અંતે આ બન્ને વિદ્યાશાખામાં 76 ગ્રાન્ટેડ અને સેલ્ફ ફાયનાન્સ કોલેજોમાં એક પણ વિદ્યાર્થીએ એડમિશન લીધું નથી. એમ.બી.એ.માં 42 ગ્રાન્ટેડ અને સેલ્ફ ફાયનાન્સ કોલેજો એવી છે કે જ્યાં એક પણ વિદ્યાર્થીએ પ્રવેશ લીધો નથી. સમગ્ર રાજ્યમાં એક માત્ર કચ્છ યુનિ.ની ભુજમાં ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ એક જ એવું ભવન કે સંસ્થા છે જ્યાં તમામ બેઠકો ભરાઇ ગઇ છે. બાકી એક પણ સંસ્થામાં પૂર્ણપણે બેઠકો ભરાઇ નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો