તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સહાય:નિરાધાર થયેલા 42 બાળકોને દર માસે મળશે રૂ.4000ની સહાય

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોના કપરા કાળમાં નિરાધાર થયેલાને સહાય
  • માતા-પિતાની છત્રછાયા ગુમાવનારા 42 બાળકોને ઓનલાઇન પેમેન્ટ ખાતામાં રૂા.4 હજાર જમા કરાયા

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વર્ચૂઅલ રીતે વિડીયો કોન્ફરન્સીંગથી ગાંધીનગરથી મુખ્યમંત્રી ‘બાળ સેવા યોજના’નો પ્રારંભ કરાવ્યો હતો. આ યોજના અંતર્ગત કોરોનાની મહામારીમાં માતા-પિતા ગૂમાવી નિરાધાર બનેલાં બાળકોને તેમના ખાતામાં દર મહિને રૂા.4 હજારની સહાય આપવામાં આવશે. આ સહાય યોજના અંતર્ગત ભાવનગરના 42 નિરાધાર બાળકોના બેન્ક ખાતામાં રૂા.4-4 હજાર જમા કરાયા હતા.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વની એન.ડી.એ સરકારના સાત વર્ષ પૂર્ણ થવાના અવસરે 29મી મે એ જાહેર થયેલી ‘‘મુખ્યમંત્રી બાળ સેવા યોજના’ દ્વારા આજે ડી.બી.ટી.થી આજે નાણાં પણ જમા કરાવી દીધાં છે. કોરોનાથી માતા-પિતાનું અવસાન થતાં નિરાધાર બનેલાં, છત્રછાયાં ખોઇ ચૂકેલા રાજ્યભરના 776 બાળકોને પ્રતિ બાળક દર મહિને રૂ. 4000ની સહાય યોજના અન્વયે રૂા. 31,04,000 એટ વન કલીક જમા કરાયા છે.

રાજ્ય સરકારે પણ નિરાધાર બાળકોનું ભાવિ રોળાઇ ન જાય તેની સંપૂર્ણ સંવેદનાથી બાળકના વાલી બનીને આ મુખ્યમંત્રી બાળ સેવા યોજનાથી દર મહિને 4000ની સહાયથી બાળકના આધાર બનવાનો સેવા યજ્ઞ આદર્યો છે તેમ મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું.

જે બાળકને 18 વર્ષ પૂર્ણ થયા પછી પણ અભ્યાસ ચાલુ હશે તેવાં બાળકને 21 વર્ષ સુધી ‘આફ્ટર કેર યોજના’માં આવરી લઇ મહિને 6 હજારની સહાય સરકાર આપશે. ઉચ્ચ અભ્યાસ સાથે જોડાયેલાં આવાં બાળકો યુવક-યુવતિઓને 24 વર્ષ કે અભ્યાસના વર્ષ પૂર્ણ થાય તેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી આફટર કેર યોજનામાં પ્રતિમાસ 6 હજાર રૂપિયા સહાય મળશે.

અન્ય સમાચારો પણ છે...