કરચોરી:સ્પર્ધાત્મક પરીક્ષાના કોચિંગ સેન્ટરોમાંથી 42 કરોડના બિનહિસાબી વ્યવહારો મળ્યા

ભાવનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાવનગરના 3 સહિત રાજ્યના 54 સ્થળોએ GSTના દરોડામાં

SGST વિભાગ દ્વારા ભાવનગર સહિત રાજ્યના જુદા જુદા 54 સ્થળોએ સિસ્ટમ બેઝડ એનાલીસીસ તેમજ માર્કેટ ઇન્ટેલિજન્સના આધારે પાડવામાં આવેલા દરોડામાં 42 કરોડની કરચોરી મળી આવી છે. હજુ કાર્યવાહી ચાલુ છે. SGST વિભાગને સંખ્યાબંધ દસ્તાવેજો મળી આવ્યા હતા અને અત્યારસુધીની તપાસના અંતે 42 કરોડના બિનહિસાબી અને જેના પર ટેક્સનું યોગ્ય રીતે કમ્પયાલન્સ ન કરવામાં આવ્યુ હોય તેવા વ્યવહારો શોધી કાઢવામાં આવ્યા હતા. આવા વ્યવહારો પર અંદાજે 6 કરોડનો વેરો ભરવાપાત્ર થાય છે તેની સામે 1.85 કરોડની વસુલાત કરવામાં આવી છે. બાકીની રકમ અને દંડકીય વસુલાતની કાર્યવાહી જીએસટી વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે અને વધુ તપાસ ચાલી રહી છે.

વર્લ્ડ ઇનબોક્સ નોલેશ શેરિંગ પ્રા.લિ.ના ભાવનગર, ગાંધીનગર, અમદાવાદ, રાજકોટ, હિંમતનગર, સુરેન્દ્રનગર, ગોધરા, આણંદ, જામનગર, મહેસાણા, દાહોદ, મોરબી, વડોદરા, સુરત અને વ્યારાના સ્થળોએ. વર્લ્ડ ઇનબોક્સ અેડ્યુ પેપર પ્રા.લિ., ભાવનગર, વ્લ્ડ ઇનબોક્સ એકેડેમી ભાવનગર, અમદાવાદ, રાજકોટ, હિંમતનગર. સ્વામિ વિવેકાનંદ અેકેડેમી ભાવનગર, ગાંધીનગર. વિવેકાનંદ એકેડેમી ગાંધીનગર, કિશોર ઇન્સ્ટીટ્યુટ ગાંધીનગર.યુવા ઉપનિષદ હાઉન્ડેશન સુરત, નવસારી. વેબસંકુલ પ્રા.લિ. ભાવનગર, ગાંધીનગર, અમદાવાદ, જામનગર. જીપીએસસી ઓનલાઇન ગાંધીનગર. કોમ્પિટિટિવ કેરિયર પોઇન્ટ જુનાગઢમાં દરોડા પડાયા હતા.

કરચોરીની મોડસ ઓપરન્ડી શું છે ?
કોચિંગ કલાસ દ્વારા પુરી પાડવામાં આવતી સેવાઓ ઉર 18ટકા જીએસટી લેવાપાત્ર થાય છે. વિદ્યાર્થીઓ પાસેથી કોચિંગ ક્લાસીસની ઉઘરાવવામાં આવતી ફી હિસાબી સાહિત્યમા ઓછી દર્શાવવામાં આવે છછે. અને વિદ્યાર્થીઅોને તેમને ચુકવેલ ફીની પાકી પહોંચ આપવામાં આવતી નથી. અથવા તો ઓછી રકમની આપવામાં આવે છે. અામ જીએસટી પત્રકમાં ઓછો કર દર્શાવી જીએસટીની ચોરી કરવામાં આવી રહી હતી.

અન્ય સમાચારો પણ છે...