તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વૃક્ષારોપણ:શહેરને હરિયાળુ બનાવવાના અભિયાન અંતર્ગત 400 વૃક્ષોનુ વાવેતર કરાયુ

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચોમાસુ જામતા આદ્યશક્તિ ફાઉન્ડેશન, સર્વ મિત્ર ( કે.આર.દોશી. ટ્રસ્ટ) અને યુવા કેરિયર એકેડેમી ( હેપ્પી ટુ હેલ્પ)ના અભિયાનનો આરંભ

આદ્યશક્તિ ફાઉન્ડેશન, સર્વ મિત્ર ( કે.આર.દોશી. ટ્રસ્ટ) અને યુવા કેરિયર એકેડેમી ( હેપ્પી ટુ હેલ્પ) ના વાવાઝોડા સિવાય પણ માનવ સર્જિત પ્રકૃતિને થયેલા નુકસાન ને ભરપાઈ કરવાની કોશિશ માટે કોશીક કરવામાં આવી રહી છે. તે માટે સમઢિયાળા ગામમાં એક હજાર વૃક્ષ આ વર્ષે વાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. માત્ર 20 દિવસમાં 109 વ્યકિતઓ દ્વારા 400 જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા છે.

આદ્યશક્તિ ફાઉન્ડેશન, સર્વ મિત્ર ( કે.આર.દોશી. ટ્રસ્ટ) અને યુવા કેરિયર એકેડેમી ( હેપ્પી ટુ હેલ્પ) ના સંયુક્ત પ્રયાસે હરિયાળું ભાવનગર ઉપક્રમ હાથ ધરાયો છે. જસ્ટ અ કોલ અવે નામના આ ઉપક્રમ અંતર્ગત માત્ર 500 રૂપિયામા, પડતર કિંમત કરતાં પણ ઓછી કિંમતે ભાવનગર શહેરના કોઈ પણ વિસ્તારના કોઈ પણ લોકો ફોન કરી તેમની પસંદનું વૃક્ષ અને વૃક્ષ સંખ્યા રજિસ્ટર કરાવે અને પછી સંસ્થાની ટીમ તેમના ઘરે જઈ તે વૃક્ષ વાવી સાથે ટ્રી ગાર્ડ લગાવી આપશે. આ યોજનાને ભાવનગર તથા બહાર થી પણ બહોળો પ્રતિસાદ સાંપડી રહ્યો છે. માત્ર વીસ દિવસના ટૂંકા ગાળામાં ચારસો ઉપરાંત વૃક્ષ વવાઈ ચૂક્યા છે. તો આજની તારીખમાં 80 જેટલા વૃક્ષની માંગણી પેન્ડિંગ પડી છે. 109 જેટલા લોકોએ અંગત રીતે એકથી લઈ અગિયાર, વીસ જેટલા વૃક્ષો વવરાવ્યા છે.તો સંસ્થાઓ પણ પચીસ, પચાસ જેવી અનુકૂળતા મુજબ એક સાથે વૃક્ષારોપણ માટે વૃક્ષ અને ટ્રી ગાર્ડ લઈ જઈ રહી છે.

ભાવનગર શહેર ઉપરાંત આસપાસના શિહોર સહિતના શહેરોમાં પણ સંસ્થા દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. સંસ્થા વાવાઝોડા સિવાય પણ માનવ સર્જિત પ્રકૃતિને થયેલા નુકસાન ને ભરપાઈ કરવાની કોશિશ માટે પ્રતિબધ્ધ છે. તે માટે સમઢિયાળા ગામમાં એક હજાર વૃક્ષ આ વર્ષે વાવવાનો સંકલ્પ છે.લોકોને અપીલ છે કે તેમના જન્મ દિવસ, કે કોઈ સ્વજન ની યાદમાં ઘર પાસે શક્ય મા હોય તો સમઢિયાળા મા તે નિમિત્તે વૃક્ષ વાવે, ખાસ તો કોરોનામાં સ્વજનને ગુમાવ્યા હોય તેઓ ઓક્સિજનનું મહત્વ સુપેરે જાણે છે.

માત્ર 1500 રૂપિયા જેવી નજીવી કિંમતમાં સંસ્થા સમઢિયાળામા વૃક્ષ વાવી તેના ઉછેરની જવાબદારી લે છે. દાતાઓના સહકારથી એક વૃક્ષ સામે એક વૃક્ષ ફી જેવી યોજના પણ ચાલે છે.જેમાં શાળાઓ અથવા સંસ્થાઓ પાંચ વૃક્ષ વાવે તો સામે પાંચ વૃક્ષ દાતા હોય તો વાવવામાં આવે છે.તો યુવા કેરિયર એકેડેમી દ્વારા પાંચ હજાર આઠસો છોડનું વિનામૂલ્યે વિતરણ પણ કરવામાં આવ્યું હતું. જે હજુ પણ ચાલુ છે.કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા વૃક્ષ વાવવા માંગતી હોય તો તેઓ ડૉ રાજુભાઈ પાઠક 9157535356,સુચિતા બેન કપૂર 9033771567, દર્શક ભાઈ ધાંધાલ્યા 9427211884 સંપર્ક કરવો.

અન્ય સમાચારો પણ છે...