તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આરોગ્ય સમસ્યા:ભાવનગર જિલ્લામાં કુપોષણના કારણે બે વર્ષમાં 40 ગર્ભવતી મહિલાઓના મોત

ભાવનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ફોલિક એસિડ અને આયોડિનની કમી મોટાભાગે જવાબદાર
  • રક્તકણો પણ ઓછા હોવાના વ્યાપક કિસ્સા
  • 10માંથી 7 ગર્ભવતી મહિલાઓ હિમોગ્લોબીનની અછતથી પિડાય છે
  • કુપોષણને લીધે સંતાન ખોડખાપણવાળા જન્મી શકે છે

ભાવનગર જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં કુલ 40 ગર્ભવતી મહિલાઓની મૃત્યુ થઈ છે. જેમાં કુદરતી રીતે થતું મિસ્કરેજ જવાબદાર ગણી શકાય. મિસ્કરેજ થવા પાછળ ઘણાં પરિબળો છે.આ તમામ કિસ્સાઓમાં ઘણા કારણ જવાબદાર હોય છે જેમાં સૌથી મોટું છે. માલન્યુટ્રીશન એટલેકે અપૂરતું પોષણ મળવું કે જરૂરી ન હોય તેવું પોષણ મળવું.

ભાવનગર જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં કુલ 40 ગર્ભવતી મહિલાઓની મૃત્યુ થઈ છે. જેમાં કુદરતી રીતે થતું મિસ્કરેજ જવાબદાર ગણી શકાય. મિસ્કરેજ થવા પાછળ ઘણાં પરિબળો છે.આ તમામ કિસ્સાઓમાં ઘણા કારણ જવાબદાર હોય છે જેમાં સૌથી મોટું છે. માલન્યુટ્રીશન એટલેકે અપૂરતું પોષણ મળવું કે જરૂરી ન હોય તેવું પોષણ મળવું.

રક્તકણો નું ઓછું સ્તર હોવાના લીધે બાળક નબળું જન્મે છે અને માતા માં પણ નબળાઈ આવતી હોય છે. કેટલાક કિસ્સાઓમાં માલન્યુટ્રીશન માતાના શરીર ને ખૂબ ગંભીર અસરો પહોંચાડે છે. ગર્ભવતી મહિલાઓમાં ફોલિક એસિડ ની અછત પણ સામાન્ય છે. જેના લીધે બાળક ખોડ ખાંપણ વાળું આવી શકે અને કેટલીકવાર અબોર્શન પણ થઈ શકે છે. મોટાભાગે ગર્ભ ધાન નાં સમયગાળા દરમિયાન મહિલાઓનું 10 કિલો વજન વધારે વધતું હોય છે. જેમાં 2 થી 2.5 કિલોનું બાળક ગણી શકાય. 1 કિલો જેટલું ગર્ભાશય નું વજન અને 500 ગ્રામ જેટલું વજન પલસેન્ટા નું ગણવામાં આવે છે. અને બાકીનું તેમના શરીરનું વજન વધે છે.

મહિલાઓને મોટાભાગે ગર્ભાવસ્થા દરમિયાન સારો ખોરાક ખાવાની સલાહ આપવામાં આવતી હોય છે. તરુનીઓને લોહ તત્વ ની ગોળીઓ આપવામાં આવતી હોય છે. કોઈપણ માતા ને બાળક ને જન્મ આપવા માટે ઓછામાં ઓછું 50 કિલોનું વજન ફરજિયાત છે. તેનાથી ઓછા વજન નાં લીધે બાળકને જન્મ આપતા સમયે ખૂબ પ્રશ્નો સર્જાતા હોય છે. રોજિંદા 30 મી.ગ્રામ એલીમેન્ટેડ આયર્ન લેવાની ગર્ભવતી મહિલાને સલાહ આપવામાં આવે છે. જેથી માલન્યુટ્રીશન નાં પ્રશ્નો નિવારી શકાય. કેટલીક મહિલાઓમાં મેગ્નેશિયમ ની પણ કમી હોય છે પરંતુ તે વધારે સામાન્ય જોવા મળતી નથી.

મોટાભાગની ગૃહિણીઓ વધેલું ઘટેલુ ખાતી હોય છે
ભાવનગરના સ્ત્રીરોગ નિષ્ણાંત ડો.અલ્પા ચાવડાએ કહ્યું- મોટાભાગે ગામડાઓની મહિલાઓમાં માલન્યુટ્રીશન નાં પ્રશ્નો વધારે જોવા મળે છે. સરકાર તે માટે ઘણી યોજનાઓ પણ ચલાવતી હોય છે. ગર્ભાવસ્થા દરમિયાન 2 ટકા હિમોગ્લોબીન ઘટી જતું હોય છે માટે સમયસર તપાસ ન થાય તો પ્રશ્નો સર્જાઈ શકે. અમે થાયરોઈડ ટેસ્ટ પણ કરાવતા હોઈએ છીએ. હોર્મોનલ ફેરફારો નાં કારણે પણ પ્રશ્નો સર્જાય છે. મોટાભાગે ગૃહિણીઓ વધેલું ખાય , શું ખાવું જોઈએ એની સમજ નથી હોતી , ઘણા સમાજમાં વધુ બાળકો હોવાની પણ પ્રથા , વારંવાર બાળકને જન્મ આપવા જેવા અનેક કારણોનાં લીધે પણ માલન્યુટ્રીશન થતું હોય છે.

અન્ય સમાચારો પણ છે...