તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ભાવનગરમાં અસામાજિક પ્રવૃતિ સાથે સંકળાયેલા 4 ઈસમોને પાસા હેઠળ જેલ હવાલે કરવામા આવ્યા

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • આરોપીઓને અમદાવાદ, સુરત, રાજકોટ અને ભુજ જેલમાં મોકલવામા આવ્યા

ભાવનગર જિલ્લા કક્ષાની કાયદો અને વ્યવસ્થા અંગેની સમીક્ષા બેઠકમાં ભાવનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાં તેમજ દારૂ, જુગાર, ગેર કાયદેસર નાણાં ધીરાણ કરી લોકો પાસેથી ઉંચા દરે વ્યાજ વસૂલવાં, આ માટે મારામારી કરી વ્યાજની પઠાણી ઉઘરાણી કરવી અને જાહેર જનતાની સાથે મારામારી કરી લોકોમાં ભય ફેલાય તેવી અસામાજીક પ્રવૃત્તિઓ કરતાં ઇસમો વિરુદ્ધ કડક હાથે કામ લેવા ચર્ચા કરવામાં આવેલ હતી.

ભાવનગર શહેર તથા જિલ્લામાં આવેલ અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂના તથા મારામારી અને ગેરકાયદેસર નાણાં ધિરાણ કરી ધાકધમકી આપી ઉંચા દરે નાણા વસૂલવાં જેવાં અનેક ગુનાઓમાં સંડોવાયેલ ઇસમોની સામે PASA (પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટીવીટીઝ) હેઠળ પગલાં લેવાની દરખાસ્ત જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા તૈયાર કરી કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટને મોકલી આપવામાં આવેલ હતી, આ દરખાસ્તનો અભ્યાસ કરતાં જણાયેલ કે, ઉક્ત ઇસમો ગુજરાત નશાબંધી અધિનિયમ, ભારતીય ફોજદારી ધારા હેઠળ કરેલા નિયમો અને હુકમોનું ઉલ્લંધન કરી ગેરકાયદેસર રીતે દારૂનું વેચાણ અને મારામારી જેવી પ્રવૃત્તિઓ કરી મોટા પ્રમાણમાં અને અવારનવાર ગુન્હાઓ કરેલ છે.

જેથી ઉક્ત ઇસમોને જાહેર લોકોની શાંતિ અને સલામતી તથા જાહેર વ્યસ્થાને પ્રતિકૂળ હોઇ તે રીતે અટકાવવાં જરૂરી જણાતાં, જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા રજૂ થયેલ દરખાસ્ત જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા માન્ય કરી ઉક્ત ઇસમ વિરુદ્ધ PASA હેઠળ પગલા લેવાના હુકમો પસાર કરી જેલ હવાલે કરવામાં આવેલ છે.

જેમાં કરશનભાઇ પ્રવીણભાઇ મકવાણા ઉ.વ.24 વર્ષ રહે. ખારસી, તરસમીયા રોડ, ભાવનગરને ગેરકાયદેસર દારૂની હેરફેર તથા વેચાણ કરવાના ગુન્હાઓ સબબ મધ્યસ્થ જેલ, સાબરમતી, અમદાવાદ ખાતે, હરપાલસિંહ ઉર્ફે હરૂ મહિપતસિંહ ગોહિલ રહે.ઘોઘા જકાતનાકા, ભાવનગરને ગેરકાયદેસર દારૂની હેરફેર તથા વેચાણ કરવાના ગુન્હાઓ સબબ ખાસ જેલ ભુજ ખાતે, પપ્પુ ઉર્ફે તૌફિક ઉર્ફે બાદશાહ સ/ઓ હસનભાઇ મનસુરભાઇ ગનેજા રહે. કુંભારવાડા, ભાવનગરને ભાવનગર શહેરમાં મારામારી અને ધાકધમકી આપી જાહેર સુલેહ-શાંતિ ભંગના નોંધાયેલ ગુન્હાઓ મધ્યસ્થ જેલ, લાજપોર સુરત ખાતે અને હિરેનભાઇ ઉર્ફે બાપુ રમેશભાઇ નિમાવત રહે.ભુંભલી તા.ઘોઘા જિ.ભાવનગરને મારામારી અને ધાકધમકી આપી જાહેર સુલેહ શાંતિ ભંગના ગુન્હાઓ સબબ મધ્યસ્થ જેલ, રાજકોટ ખાતે તમામ ઇસમોને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી કાયદાની કડક અમલવારી તથા જાહેર જનતાની શાંતિ અને સલામતી માટે અટકાયત કરી જેલ હવાલે કરવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...