જુગાર:ભાવનગર શહેરમાં આજે જુગારના 4 બનાવો નોંધાયા

ભાવનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક

શહેરમાં આજે જુગારના ચાર બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે જેમાં 18 ઈસમોને ઝડપી પાડી કુલ રૂ. 29,350નો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

કુંભારવાડામાં જાહેરમાં જુગાર રમતા જયસિંગ ગોબરભાઈ કાનાણી, દશરથ દિપાભાઈ મેર, મનીષ ભાયાભાઈ જાબુંચા, નરેશ પ્રવિણભાઈ પરમાર અને સંજય કરમશીભાઈ બારૈયા (તમામ રહે. કુંભારવાડા)ને કુલ રૂ. 3,240ના મુદ્દામાલ સાથે બોરતળાવ પોલીસે, જ્યારે કરચલિયાપરામાં જાહેરમાં જુગાર રમતા મુકેશ ઉર્ફે બેબી જગદીશભાઈ ગોહેલ, સંજય ઉર્ફે કાળો જેન્તિભાઈ ગોહેલ અને વિજય ઉર્ફે બુધાભાઈ પરમારને કુલ રૂ.2,830ના મુદ્દામાલ સાથે ગંગાજળિયા પોલીસે તથા ખેડુતવાસમાં જાહેરમાં જુગાર રમતા બુધા લીંબાભાઈ વેગડ, મુકેશ કાંતિભાઈ વાઘેલા, અનિલ જેન્તિભાઈ ચુડાસમા અને નરેન્દ્ર ઉર્ફે નરૂ ભરતભાઈ ડોડિયા (તમામ રહે. ખેડુતવાસ)ને કુલ રૂ. 10,230ના મુદ્દામાલ સાથે ઘોઘારોડ પોલીસે અને અલ્કા સિનેમા પાસે જાહેરમાં જુગાર રમતા શાકિર ઈબ્રાહિમભાઈ શેખ, અજય અરવિંદભાઈ પરમાર, મનીષ જેન્તિભાઈ બારૈયા, સલીમ રજાકભાઈ બેલિમ, રવિ દિનેશભાઈ સરવૈયા અને ધર્મેશ ઉર્ફે બાલો દિનેશભાઈ સરવૈયા (તમામ રહે. ભાવનગર)ને કુલ રૂ. 13,050ના મુદ્દામાલ સાથે નિલમબાગ પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...