ભાવનગર શહેર અને જિલ્લામાં આવેલી 7 વિધાનસભા બેઠકમાં ચૂંટણી લડવા માટે ઉમેદવારોમાં ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ હતો ત્યારે ઇ.સ.2002થી ઇ.સ.2017 સુધીની 4 ચૂંટણીની તુલના કરીએ તો ભાવનગર શહેરમાં પૂર્વ વિધાનસભાથી પશ્ચિમ વિધાનસભા વિસ્તારમાં સરેરાશ બમણા ઉમેદવારો જંગમાં હોય છે. છેલ્લી ચાર ચૂંટણીમાં ભાવનગર પશ્ચિમ(જે અગાઉ ભાવનગર દક્ષિણ હતી) ત્યાં કુલ 41 ઉમેદવારો નોંધાયેલા તેની તુલનામાં ભાવનગર પૂર્વ (જે અગાઉ ભાવનગર ઉત્તર હતી) ત્યાં 4 ચૂંટણીમાં માત્ર 20 ઉમેદવારો મેદાનમાં નોંધાયા હતા. આમ, પશ્ચિમ બેઠકમાં ઉમેદવારો વધુ નોંધાયા છે તો આ વખતે શું સ્થિતિ થાય છે તે જોવું રસપ્રદ બની રહેશે.
ભાવનગર જિલ્લામાં ઇ.સ.2002થી ઇ.સ.2017 સુધીની ચાર વિધાનસભા ચૂંટણીમાં અત્યાર સુધીમાં એક વિધાનસભા દીઠ સર્વાધિક ઉમેદવાર 2017ની ચૂંટણીમાં પાલિતાણામાં નોંધાયેલા તે વખતે પાલિતાણા બેઠક પર કુલ 16 ઉમેદવારો ચૂંટણી જંગમાં હતા. તો 2012માં ગારિયાધાર બેઠક પર 15 ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ હતો.ભાવનગર જિલ્લામાં 7 બેઠકોનું ચિત્ર જોઇએ તો ઇ.સ.2002માં ભાવનગર જિલ્લાની આમ તો 9 બેઠક હતી પણ હવે બોટાદ અને ગઢડાને બાદ કરીને ગણતરી કરીએ તો કુલ 44 ઉમેદવારો 7 બેઠક માટે જંગમાં હતા. તો તે સંખ્યા 2017માં વધીને 71 થઇ ગઇ એટલે કે આ સમયગાળા દરમિયાન ઉમેદવારોની સંખ્યામાં 61.37 ટકાનો વધારો નોંધાયો હતો. એટલે કહી શકાય કે ચૂંટણીમાં ઉમેદવારી માટે ઉમેદવારોમાં રસ વધી રહ્યો છે.
2022 ની વિધાનસભા ચૂંટણી માટે ભાવનગર જિલ્લાની સાત બેઠકોના આજ સુધી ઉમેદવારી પત્ર સ્વીકારવામાં આવ્યા હતા અને 15 નવેમ્બરે ઉમેદવારી પત્રની ચકાસણી કરવામાં આવશે જ્યારે ઉમેદવારી પથરો પરત ખેંચવાની અંતિમ તારીખ 17 નવેમ્બર છે આથી 17 નવેમ્બરે ભાવનગર જિલ્લાની સાત બેઠકોમાં કેટલા ઉમેદવાર છે તેનું ચિત્ર સ્પષ્ટ થશે આગામી તારીખ પહેલી ડિસેમ્બરના રોજ મતદાન થશે તેમ જ આઠ ડિસેમ્બરને ગુરુવારે મતગણતરી હાથ ધરવામાં આવશે.
2002થી 2012 સુધી વિધાનસભાની સ્થિતિ
ચૂંટણી પાલિતાણા સિહોર મહુવા તળાજા ઘોઘા ભાવનગર (ઉ) ભાવનગર (દ) કુલ | |||||||
2002 | 8 | 3 | 4 | 11 | 06 06 | 06 44 | |
2007 | 9 | 5 | 10 | 5 | 07 10 | 11 57 | |
ચૂંટણી | પાલિતાણા ભાવ.(ગ્રા) મહુવા તળાજા ગારિયાધાર ભાવ.(પૂ) ભાવ.(પ) કુલ | ||||||
2012 | 6 | 14 | 6 | 8 | 15 | 10 | 13 72 |
2017 | 16 | 11 | 9 | 13 | 13 | 4 | 11 71 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.