તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકાર તંત્ર:માસ્ક અને પ્લાસ્ટિક ડ્રાઇવની 4 દિન કી ચાંદની જેવી કામગીરી

ભાવનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરકારમાંથી સુચના કે પરિસ્થિતિ બેકાબુ થાય ત્યારે કોર્પોરેશન દોડતું થાય : પ્રજાને દંડ ફટકારે

જ્યારે સરકારમાંથી આદેશ આવે કે પછી પરિસ્થિતિ ગંભીર બને ત્યારે જ તંત્ર જાગૃત થાય છે તેનો તાદ્રશ્ય દાખલો કોર્પોરેશનની માસ્ક ડ્રાઇવ અને પ્લાસ્ટિક ડ્રાઇવ છે. સરકારમાંથી સૂચના આવી ત્યારે એક દિવસ માટે પ્લાસ્ટિક પકડવા નીકળી પડ્યા હતા અને કોરોનાના વધુ સંક્રમણ સમયે માસ્ક ડ્રાઇવની પણ કડકાઈ હતી પરંતુ હવે ચાર દિન કી ચાંદનીની જેમ નહિવત્ થઈ ગઇ.

કોરોનાની બીજી લહેરમાં સર્જાયેલી મહામારીએ લોકોને સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કની ગંભીરતા સમજાવી દીધી હતી. અને નહીં સમજતી પ્રજાને તંત્રએ સમજાવી દીધુ. તેવી જ રીતે પ્રતિબંધિત પ્લાસ્ટિકથી થતાં નુકસાન બાબતે પણ પ્રજાની આંખે બંધાયેલા પાટા તંત્રએ દંડ ફટકારી ઉઘાડ્યા. જેથી પ્રજાજનો પણ દંડનીય કાર્યવાહીથી બચવા બીકના માર્યા માસ્ક પહેરતા થયા અને પ્લાસ્ટિકનો વપરાશ પણ ઘટાડી નાખ્યો.

પરંતુ છેલ્લા થોડા સમયથી માસ્ક અને પ્લાસ્ટિક ડ્રાઇવ સુષુપ્ત અવસ્થામાં આવી ગઈ છે. જોકે, મ‍ાસ્ક ડ્રાઇવની ટીમનું તો સંખ્યાબળ જ ત્રીજા ભાગનું કરી નાખ્યું. જેથી પાંચ સાત જે હાથમાં આવ્યા તેને દંડ કરી નાખે. જ્યારે પ્લાસ્ટિક ડ્રાઇવ થોડા દિવસ પૂર્વે સરકારમાંથી ગાઈડ લાઈન આવતા એક દિવસ માટે તેરે તેર વોર્ડમાં સોલિડ વેસ્ટના કર્મચારીઓને દોડાવ્યા હતાં. અને એક જ દિવસમાં રૂ.64 હજાર થી પણ વધુ રકમનો દંડ વેપારીઓ પાસેથી વસુલ્યો હતો. જે પણ હાલમાં નગણ્ય કહી શકાય તેવી કાર્યવાહી છે. જેથી કોર્પોરેશનની બન્ને કામગીરી બાબતે તંત્ર જરાય ગંભીરતા દાખવતું નથી.

અન્ય સમાચારો પણ છે...