તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવો રોગ વકર્યો:ભાવનગર જિલ્લાના લોકોમાં ફફડાટ, આજરોજ મ્યુકોરમાઇકોસિસનાં 4 કેસ નોંધાયા, 2 ના મોત

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અત્યાર સુધી જિલ્લામાં કુલ 112 દર્દી સારવાર હેઠળ

ભાવનગર જિલ્લામાં આજરોજ મ્યુકોરમાઇકોસિસનાં ચાર શંકાસ્પદ કેસ નોંધાતા જિલ્લામાં કુલ 112 કેસ સારવાર હેઠળ નોંધાયા છે. આમ ભાવનગર શહેર અને જિલ્લામાં દિનપ્રતિદિન મ્યુકોરમાઇકોસિસના કેસોમાં વધારો થતો જાય છે. ભાવનગર શહેર અને જિલ્લામાં કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

અત્યાર સુધીમાં મ્યુકોરમાઇકોસિસના કુલ 292 કેસ નોંધાયા
ભાવનગર જિલ્લામાં આજરોજ મ્યુકોરમાઇકોસિસનાં 3 સસ્પેકટીવ અને 1 કન્ફર્મ કેસ નોંધાતા કુલ જિલ્લામાં કુલ 112 કેસ સારવાર હેઠળ નોંધાયા છે. જયારે વધુ એક નું મોત થયું હતું. ભાવનગર જિલ્લામાં કુલ 112 કેસ નોંધાયેલા પૈકી 104 કન્ફર્મ કેસ, 6 સસ્પેક્ટેડ કેસ અને 2 નેગેટિવ કેસ નોંધાયેલા છે. જ્યારે આજદિન સુધીમાં 17 દર્દીઓના સારવાર દરમ્યાન અવસાન થયેલા છે. જ્યારે એક રોગમાંથી લોકો મુક્ત થયા ત્યાં બીજો નવા રોગના કેસમાં વધારો થતો જાય છે. અત્યાર સુધીમાં મ્યુકોરમાઇકોસિસના કુલ 292 કેસ નોંધાયા છે.

બ્લેક ફંગસનો રોગ કઇ રીતે થાય છે ?
જ્યારે કોરોના નહોતો ત્યારે ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓમાં આ રોગ જોવા મળતો હતો પરંતુ હાલમાં કોરોના દર્દીઓને જે દવા તેમજ ઇન્જેક્શન આપવામાં આવે છે તેમાં દર્દીની ઇમ્યુનિટી જળવાઈ રહે અને કોરોનાની સારવારમાં ફાયદો થાય તે પ્રમાણેની સારવાર કરવામાં આવી રહી છે કોરોનાના દર્દીઓને ખાસ કરીને સ્ટીરોઈડ તથા ટોસિમોઝુમેન ઇન્જેક્શન આપવામાં આવે છે જે કોરોનાના દર્દીઓને ફાયદારૂપ છે પરંતુ કેટલીકવાર દર્દીઓ માટે આડઅસર થાય છે જેને કારણે તેઓમાં મ્યૂકોરમાઇકોસિસના લક્ષણો જણાતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...