તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:શહેર-જિલ્લામાં જુદી જુદી નવ જગ્યાએ જુગાર રમતા 39 જબ્બે

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મહુવા, પાલિતાણા, ઘોઘા, ગારિયાધાર પોલીસમાં ફરિયાદ નોંધાઈ
  • પોલીસે કુલ રૂપિયા 60,630/-નો મુદ્દામાલ જપ્ત કરી ગુન્હો નોંધ્યો

શહેર અને જિલ્લામાં આજે જુગારના નવ બનાવોમાં કુલ 39 ઈસમોને પોલીસે કુલ રૂ. 60,630ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. શહેરના જવાહર મેદાન પાસે જાહેરમાં જુગાર રમતા રાહુલ ભોપાભાઈ પરમાર, પ્રવિણ ઢગલાજી રાઠોડ, રવિન્દ્ર ચીમનભાઈ રાઠોડ(તમામ રહે. ભાવનગર)ને કુલ રૂ.15,520ના મુદ્દામાલ સાથે અને દિપક ચોક પાસે જાહેરમાં જુગાર રમતા રાજુ લાલજીભાઈ બારૈયા, જયસુખ દલસુખભાઈ બારૈયા અને અયુબ મોતીશા ફકિરને કુલ રૂ.2,830ના મુદ્દામાલ સાથે ઘોઘારોડ પોલીસે ઝડપ્યા હતા.

એ સિવાય કુંભારવાડામાં વરલી મટકાના આંકડા લખાવતા કિશન ઉર્ફે પેન્ડો જીવાભાઈ મકવાણાને કુલ રૂ.10,450ના મુદ્દામાલ સાથે બોરતળાવ પોલીસે ઝડપ્યો હતો. તેમજ ગારિયાધાના વાડી વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા અમિત શાંતિભાઈ વાઘેલા, રાજેશ શામજીભાઈ રોય, વિશાલ ઠાકરશીભાઈ ડોડિયા, આકાશ પ્રવિણભાઈ ડોડિયા, બકુલ ભુપતભાઈ ચુડાસમા (તમામ રહે. ગારિયાધાર)ને કુલ રૂ.10,340ના મુદ્દામાલ સાથે ગારિયાધાર પોલીસે ઝડપ્યા હતા.

જ્યારે ખુટવડા ગામે જાહેરમાં જુગાર રમતા લાલજી શાંતિનાથ પરમાર, અનિલ ભાઈજીનાથ પરમાર, વિજય ગોવિંદનાથ પરમાર (તમામ રહે. મોટા ખુટવડા)ને કુલ રૂ.1,470ના મુદ્દામાલ સાથે ખુટવડા પોલીસે ઝડપ્યા હતા તથા મહુવામાં જાહેરમાં જુગાર રમતા મુકેશ નાનજીભાઈ મકવાણા, પ્રેમજી કાનજીભાઈ રાઠોડ, જસમત ભીમાભાઈ ભાલિયા, રાજુ પ્રેમજીભાઈ રાઠોડ, ઓધા બચુભાઈ બાંભણિયા, જયસુખ પ્રેમજીભાઈ રાઠોડ (તમામ રહે. મહુવા)ને કુલ રૂ. 3,420ના મુદ્દામાલ સાથે અને મહુવાના બંદર રોડ પર જાહેરમા જુગાર રમતા ભરત વેલજીભાઈ ભીલ, જેન્તિ અરજણભાઈ સાંખટ, મુકેશ નારણભાઈ રાઠોડ, છગન જાદવભાઈ શિયાળ, રામજી ભુપતભાઈ ગોહિલ, અશોક નાથાભાઈ બારૈયા અને જીતુ સેફાભાઈ બારૈયાને કુલ રૂ.19,780ના મુદ્દામાલ સાથે મહુવા પોલીસે ઝડપ્યા હતા.

તથા ઘોઘાના વાવડી ગામે જાહેરમાં જુગાર રમતા સુરપાલ કિરિટસિંહ રાઠોડ, રાજુ દયાળભાઈ મકવાણા, શિવરાજ પ્રવિણસિહ ગોહિલ, અશોક બાબુભાઈ મકવાણા, નરેશ દયાળભાઈ મકવાણા, વિરેન્દ્ર કિરિટસિંહ રાઠોડ, દશરથ ઉર્ફે બબભા દિગુભા ગોહિલ, અરવિંદ રઘુવિરસિંહ ગોહિલને કુલ રૂ. 13,300ના મુદ્દામાલ સાથે ઘોઘા પોલીસે ઝડપ્યા હતા. જ્યારે અન્ય એક બનાવમાં પાલિતાણાના આદપુર રોડ પર બાવળની કાટમાં જુગાર રમતા મહેશ ઉર્ફે જમાદાર દામજીભાઈ મકવાણા, કલ્પેશ ભરતભાઈ રાઠોડ અને ચંદુ બાબુભાઈ રાઠોડ (તમામ રહે. આદપુર રોડ, પાલિતાણા)ને કુલ રૂ.1,320ના મુદ્દામાલ સાથે પાલિતાણા ટાઉન પોલીસે ઝડપી પાડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...