મહુવા શહેરમાં શહેર અને તાલુકા માટે કુલ 7 કોર્ટ આવેલી છે. સાતેય કોર્ટના મળીને 3,864 કેસ પેન્ડીંગ હોય અરજદારોને ન્યાયમાં વિલંબ થઇ રહ્યો છે. મહુવા શહેર અને તાલુકાની અઢી લાખ ઉપરાંતની વસ્તીના લોકો ઝડપી ન્યાય મળી શકે તેવી આશા રાખી રહ્યા છે. મહુવા શહેર તાલુકાની અઢીલાખ ઉપરાંતની વસ્તી માટે એક ડી.વાય.એસ.પી. ઓફિસ, મહુવા પોલીસ સ્ટેશન, બગદાણા, મોટા ખુંટવડા પોલીસ સ્ટેશન આવેલા છે.
113 ગ્રામ પંચાયત અને મહુવા નગરપાલિકાનો વિસ્તાર મહુવા તાલુકામાં સમાવિષ્ટ છે ત્યારે કોઇને કોઇ તકરારો, ઝઘડાઓ, જમીન-મિલ્કતના વિવાદો થાય અને કોર્ટ કેસ અને ફોજદારી કેસ થાય પરંતુ ન્યાયિક કાર્યવાહી ધીમી ચાલે છે. મહુવાની 7 કોર્ટના પેન્ડીંગ કેસોમાં 5માં એડી.ડિસ્ટ્રીક કોર્ટમાં 160, 6ઠા એડી.ડિસ્ટ્રીક કોર્ટમાં 233, સીનીયર સીવીલ કોર્ટમાં 1243,એડી. સીનીયર સીવીલ કોર્ટમાં 988, 2જા એડી. સીવીલ કોર્ટમાં 769, 3જા એડી. સીવીલ કોર્ટમાં 161, 4થા એડી. સીવીલ કોર્ટમાં 310 મળી કુલ 3,864 કેસ પેન્ડીંગ છે.
દરેક કોર્ટમાં ન્યાયધિશ અને 112 જેટલા વકીલો હોવા છતાં પેન્ડીંગ કેસ 3,864 છે.મહુવા તાલુકા માટે આધુનિક સુવિદ્યાવાળુ નવુ ન્યાય સંકુલ કાર્યરત છે પરંતું પેન્ડીંગ કેસ પાછળ અસીલ, વકીલ કે વિલંબીત તપાસ વગેરે કારણો જવાબદાર હોય છે. જોકે બબ્બે ડિસ્ટ્રીકટ કોર્ટ મહુવામાં જ ચાલતી હોય અરજદારોને ભાવનગર જવું પડતું નથી. આથી ડિસ્ટ્રીક કોર્ટમાં પેન્ડીંગ કેસની સંખ્યા ઓછી જોવા મળે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.