તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સારા સમાચાર:379 પોઝિટિવ કેસ, સૌ પ્રથમ વખત 399 દર્દી કોરોનામુક્ત

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ભાવનગર શહેરમાં 225 અને ગ્રામ્ય કક્ષાએ 104 દર્દીઓ કોરોનામુક્ત થયા
  • ભાવનગરમાં કોરોનામાં સાજા થવાનો દર હવે 72.24%
  • શહેરમાં 280 અને તાલુકા-ગ્રામ્ય કક્ષાએ 99 કેસ મળ્યા, 24 કલાકમાં 12 દર્દીના કોરોનાથી મોત

ભાવનગર શહેરમાં આજે 280 પોઝિટિવ કેસ નોંધાયા હતા જેમાં 190 પુરૂષ અને 90 મહિલાનો સમાવેશ થાય છે. જ્યારે આજે 297 દર્દીઓ કોરોનામુક્ત થયા છે જેમાં 182 પુરૂષ અને 115 મહિલાનો સમાવેશ થાય છે. આજે શહેરમાં કુલ 5 દર્દીના કોરોનાથી સરકારી ચોપડે મોત થયા હતા. આજ સુધીમાં શહેરમાં કુલ 117 દર્દીના કોરોનાથી મોત થયા છે.

ભાવનગર તાલુકા-ગ્રામ્ય કક્ષાએ આજે 99 કેસ નવા નોંધાયા હતા અને તેની સામે 102 દર્દીઓ કોરોનામુક્ત થયા હતા. આજે 7 દર્દીના કોરોનાથી તાલુકા-ગ્રામ્ય કક્ષાએ મોત થયા હતા. જેમાં ગારિયાધાર શહેરમાં 60 વર્ષીય પુરૂષ અને ખોડવદરીમાં 70 વર્ષીય પુરૂષ, ભાવનગરના કરદેજમાં 38 વર્ષીય પુરૂષ, ઘોઘા તાલુકામાં ભીકડામાં 60 વર્ષીય મહિલા, ઉખરલામાં 47 વર્ષીય પુરૂષ, મહુવામાં 65 વર્ષીય મહિલા અને તળાજામાં 40 વર્ષીય પુરૂષનો સમાવેશ થાય છે.

ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં 297 અને તાલુકાઓમાં 102 કેસ મળી કુલ 399 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. આમ જિલ્લામા નોંધાયેલા 16,970 કેસ પૈકી હાલ 4,485 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લામાં 226 દર્દીઓનુ અવસાન થયેલ છે.

કુલ કેસ પૈકીના 85 ટકા કેસ બે જ તાલુકામાં
આજે તાલુકાઓમાં ભાવનગર તાલુકામાં 56, ઘોઘા તાલુકામાં 28, તળાજા તાલુકામાં 1, મહુવા તાલુકામાં 1, વલ્લભીપુર તાલુકામાં 2, પાલિતાણા તાલુકામાં 1, સિહોર તાલુકામાં 2, ગારીયાધાર તાલુકામાં 1, ઉમરાળા તાલુકામાં 4 તેમજ જેસર તાલુકામાં 3 કેસ મળી કુલ 99 લોકોના કેસ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે.

હર્ડ ઇમ્યુનીટીથી ભાવનગર હજી 55 ટકા દુર
કોરોનાના સંશોધકોના જણાવ્યા મુજબ હર્ડ ઇમ્યુનીટી માટે રસીકરણનું પ્રમાણ 70 ટકા હોવું જોઇએ. જેના કારણે મોટા ભાગની વસ્તી સંક્રમણથી સુરક્ષિત રહસ શકે છે. જો કે ભાવનગર જિલ્લામાં આ આંક સુધી પહોંચવામાં હજી 55 ટકા દુર છે. 55 ટકા વસ્તીનું રસીકરણ થશે ત્યારે હર્ડ ઇમ્યુનીટીના આંકે આંબી શકશુ.

રસીકરણનો 100 ટકા લક્ષ્યાંક પાર પાડતા સવા બે વર્ષ થશે
ભાવનગર શહેર અને જિલ્લામાં ગત તા.16 જાન્યુઆરીથી કોરોના વિરૂદ્ધ રસીકરણના અભિયાનનો આરંભ થયો હતો અને આજે આ ઝુંબેશને 112 દિવસ એટલે કે પોણા ચાર માસ જેટલો સમય વિતી ગયો છે ત્યારે ભાવનગર શહેર-જિલ્લાની કુલ વસ્તીના 14.46 ટકા વસ્તીને પ્રથમ ડોઝનું રસીકરણ કરાયું છે ત્યારે સમગ્ર શહેર-જિલ્લાની અંદાજિત 28 લાખ જેટલી વરસ્તીને 100 ટકા રસીકરણના લક્ષ્યાંક સિદ્ધિ માટે આ ઝડપે જો રસીકરણ થશે તો હજી સવા બે વર્ષ જેટલો સમય વિતી જશે.

ભાવનગર શહેરમાં અત્યાર સુધીમાં 1,65,000 જેટલા લોકો જેમાં આરોગ્ય કર્મચારીઓ, ફ્રન્ટ લાઇન વર્કર, 45થી 59 વર્ષના આધેડ અને 60 વર્ષથી વધુ વયના સિનિયર સિટિઝન્સનો સમાવેશ થાય છે. તેઓએ રસીકરણ કરાવ્યું છે. જ્યારે ભાવનગર જિલ્લાના 10 તાલુકા મળીને સમગ્ર જિલ્લા કક્ષાઅે આજ સુધીમાં 2,40,000 જેટલા લોકોએ રસીનો પ્રથમ ડોઝ લઇ લીધો છે.

જેમાં આરોગ્ય કર્મચારીઓ, ફ્રન્ટ લાઇન વર્કર, 45થી 59 વર્ષના આધેડ અને 60 વર્ષથી વધુ વયના સિનિયર સિટિઝન્સનો સમાવેશ થાય છે. બન્ને મળીને 4,05,000 લોકોએ રસીકરણ કરાવ્યું હોય હજી 24 લાખ જેટલા લોકોને રસીકરણમાં આવરી લેવાના બાકી છે ત્યારે આગામી સવા બે વર્ષ આ લોકોને રસીકરણમાં આવરી લેતા થશે.

અન્ય સમાચારો પણ છે...