તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:ભાવનગરમાં કોરોનાનો કહેર યથાવત, જિલ્લામાં કોરોના પોઝિટિવના 375 નવા કેસ આવ્યા, 4ના મોત

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • એક્ટિવ કેસની સંખ્યા 4426 પર પહોંચી
  • આજે 430 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ રહ્યાં

ભાવનગર જિલ્લામાં આજરોજ 375 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા હાહાકાર મચી જવા પામ્યો હતો. જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની 17,345 થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમાં 136 પુરૂષ અને 88 સ્ત્રી મળી કુલ 224 લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જયારે શહેરમાં 4 ના મોત નિપજ્યા છે.

જિલ્લામાં અત્યાર સુધીમાં 230 દર્દીઓનું અવસાન થયેલ છે

તાલુકાઓમાં જેસર ખાતે 5, મહુવા ખાતે 19, તળાજા ખાતે 42, ભાવનગર ગ્રામ્ય ખાતે 37, શિહોર ખાતે 12, પાલીતાણા ખાતે 4, વલ્લભીપુર ખાતે 4, ઉમરાળા ખાતે 5, ગારીયાધાર ખાતે 5 તેમજ ઘોઘા ખાતે 18 કેસ મળી કુલ 151 લોકોના કેસ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે. જ્યારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં 306 અને તાલુકાઓમાં 124 કેસ મળી કુલ 430 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમાં રહેવા માટે હોસ્પિટમાંથી રજા આપવામાં આવી હતી.

આ દર્દીઓએ હોસ્પિટલામાંથી ડિસ્ચાર્જ થયા બાદ 7 દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે. આમ જિલ્લામા નોંધાયેલા 17,345 કેસ પૈકી હાલ 4,426 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લામાં અત્યાર સુધીમાં 230 દર્દીઓનું અવસાન થયેલ છે.

અન્ય સમાચારો પણ છે...