તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ:37 હજાર વિદ્યાર્થીઓ આપશે બોર્ડની ધો.10-12ની પરીક્ષા

ભાવનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ચોમાસામાં પ્રથમ વખત યોજાશે બોર્ડની પરીક્ષા
  • 1 જુલાઇથી ધો.12ના 30 હજાર અને ધો.10ના રિપીટર 7 હજાર જેટલા ઉમેદવારો પરીક્ષા આપશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વાર જાહેરાત કરવામાં આવી છે કે ધો. 12 સાયન્સના 1.40 લાખ અને 5.43 લાખ સામાન્ય પ્રવાહના મળીને કુલ 6.83 લાખ વિદ્યાર્થીની લેખિત પરીક્ષા આગામી તા.1 જુલાઇથી કોરોનાની ગાઇડ લાઇનના પાલન સાથે લેવાનો નિર્ણય લીધો છે. આજે પરીક્ષાનું ટાઈમ ટેબલ પણ જાહેર કરવામાં આવ્યું છે. તમામ પરીક્ષા બે ભાગમાં લેવામાં આવશે. સાયન્સમાં 1 જુલાઈએ પહેલું પેપર ફિઝિક્સનું જ્યારે સામાન્ય પ્રવાહમાં પહેલું પેપર એકાઉન્ટનું રહેશે. આ પરીક્ષા 1 જુલાઈથી 16 જુલાઈ સુધી ચાલશે.

જેમાં ભાવનગર જિલ્લામાં ધો.12ના 30 હજાર અને ધો.10ના 7 હજાર જેટલા રિપીટર મળીને લગભગ 37 હજાર વિદ્યાર્થીઓ બોર્ડની આ પરીક્ષા ચોમાસાની ઋતુમાં આપશે. ચોમાસમાં બોર્ડની મુખ્ય પરીક્ષા લેવાનો આ પ્રથમ બનાવ છે. ભાવનગર શહેર અને જિલ્લામાં ધો.12 સામાન્ય પ્રવાહમાં 25 હજાર અને ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં 5500 ઉપરાંત ધો.10માં રિપીટર 7 હજાર ઉમેદવારો આ બોર્ડની પરીક્ષા આપવાના છે તેમ ડીઇઓ કચેરીના રાજુભાઇ ભટ્ટે માહિતી આપી હતી. ભાવનગર જિલ્લામાં ધો.12 સાયન્સમાં એ ગ્રુપમાં 1800 અને બી ગ્રુપમાં 3700 મળીને 5500 જેટલા વિદ્યાર્થીઓ હોવાની માહિતી મળી છે.

તમામ વિષયની પરીક્ષા બે ભાગમાં લેવાશે. ધો.12 સાયન્સની પરીક્ષાનો સમય બપોરના 2.30થી 6 વાગ્યાનો રહેશે. 10ના રિપીટરના પેપરનો સમય સવારે 10.00થી 1.15 રહેશે. સામાન્ય પ્રવાહની પરીક્ષાનો સમયે 2.30 કલાકથી 5.45 વાગ્યાનો રહેશે. વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનો સમય અગાઉની એક્ઝામની જેમ 3 કલાકનો જ રહેશે.

વિજ્ઞાન પ્રવાહના 100 ગુણના પ્રશ્નપત્રમાં 50 ગુણના પ્રશ્નો વૈકલ્પિક-એમસીકયુ ઓએમઆર પદ્ધતિના રહેશે અને 50 માર્કના પ્રશ્નો વર્ણનાત્મક રહેશે. સામાન્ય પ્રવાહમાં કુલ 100 માર્કના પ્રશ્નપત્રમાં તમામ પ્રશ્નો વર્ણનાત્મક રીતે લેવાશે. જે વિદ્યાર્થી કોરોના કે અન્ય કારણોસર પરીક્ષા નહીં આપી શકે એમના માટે 25 દિવસ પછી ફરી પરીક્ષા યોજાશે.

એક પરીક્ષાખંડમાં 30ને બદલે 20ને બેસાડાશે
અત્યાર સુધી એક કેન્દ્રમાં 30 વિદ્યાર્થી પરીક્ષા આપતા હતા. આ પરીક્ષામાં એક કેન્દ્રમાં 20 વિદ્યાર્થીઓ બેસાડાશે. જે તાલુકામાં પરીક્ષા લેવા માટે વિદ્યાર્થીઓની સંખ્યા પૂરતી થઇ જાય તે તાલુકા મથકને પરીક્ષા કેન્દ્રની મંજૂરી અપાશે. વિદ્યાર્થીને નજીકનું કેન્દ્ર અપાશે. દરેક વર્ગને સીસીટીવી કેમેરાથી સજ્જ કરાશે.

અન્ય સમાચારો પણ છે...