તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ ઓફલાઈન:ધોરણ 6થી 8ની શાળાઓમાં પ્રત્યક્ષ શિક્ષણના પ્રથમ દિવસે 36% હાજરી

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગેરહાજરી માટે શ્રાવણના તહેવારો અને દોઢ વર્ષ ઘરે રહેવાના કારણ મુખ્ય
  • શાળાઓના સુના પરિસર બાળકોના કલરવથી ગૂંજ્યા
  • સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે હેતુથી 50 ટકાને જ બોલાવાયેલા તે પૈકી 14 ટકા બાળકો ગેરહાજર

ભાવનગર શહેર અને જિલ્લામાં આજથી ધો.6થી ધો.8ની પ્રાથમિક શાળાઓમાં પ્રત્યક્ષ શિક્ષણનો દોઢેક વર્ષના લાંબા સમયગાળા બાદ આરંભ થયો છે. સમગ્ર શહેર અને જિલ્લામાં સરકારી અને ખાનગી પ્રાથમિક શાળાઓમાં ધો.6થી ધો.8ના કુલ 1.10 લાખ જેટલા વિદ્યાર્થીઓ છે અને તે પૈકી સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે હેતુથી 50 ટકાને આજે પ્રથમ દિવસે બોલાવાયેલા તેમાં અંદાજે 37,350 જેટલા એટલે કે 35 ટકા જેટલા વિદ્યાર્થીઓ હાજર નોંધાયા હતા જ્યારે બાકીના 15 ટકા વિદ્યાર્થીઓ હજી તહેવારોના માહોલને લીધે બહારગામ હોય અથવા તો દોઢ વર્ષની શાળાએ ન આવ્યા હોય પ્રથમ દિવસે ગેરહાજર રહ્યાં હતા તેમ શિક્ષકોએ જણાવ્યું હતુ. સ્કૂલે આવવા વાલીની સંમતિપત્ર પણ ફરજિયાત રાખવામાં આવ્યા છે.

સ્કૂલના ગેટ પરથી લઈને વર્ગ ખંડ સુધી વિદ્યાર્થીઓ માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યાં પ્રવેશ કરે એટલે થર્મલ ગનથી ચેકિંગ કર્યા બાદ સેનેટાઇઝ કરીને વર્ગમાં પ્રવેશ અપાયો હતો. સરકારીની તુલનામાં ખાનગી શાળઓમાં વધુ હાજરી જોવા મળી હતી. વાલીઓને અગાઉથી જ પોતાના બાળકને નાસ્તા અને પાણીની બોટલ સાથે મોકલવા જણાવવામાં આવ્યું હતું, જેથી એકબીજાના પાણીનો ઉપયોગ તેઓ ના કરે. રિસેસ દરમિયાન પણ ભેગા ના થવું અને સ્કૂલ છૂટે ત્યારે પણ ભેગા ના થાય એની તકેદારી રાખવામાં આવી હતી.

એક બેન્ચ પર એક વિદ્યાર્થીને બેસાડાયો
ભાવનગર શહેરમાં ધો.6થી ધો.8ની શાળાઓમાં એક બેન્ચ પર એક વિદ્યાર્થીઓ અને બેસાડીને શિક્ષણકાર્ય શરૂ કરાયું છે. શહેરની મોટાભાગની સ્કૂલોમાં 35 ટકા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. કારણ કે આજે પ્રથમ દિવસે શાળામાં જ કુલ 50 ટકા વિદ્યાર્થીને બોલાવાયા હતા. જે વિદ્યાર્થીઓને શાળા તરફથી સ્કૂલમાં આવવા માટે મેસેજ મોકલ્યા હતા તે પૈકીના મોટાભાગના વિદ્યાર્થીઓ વર્ગખંડમાં દેખાયા હતા. આજે પહેલો દિવસ વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ઓડ-ઇવન પદ્ધતિએ વિદ્યાર્થીને શાળામાં બોલાવાશે આજે એક નંબરના બાળકોને શાળામાં બોલાવાયા તો આવતી કાલે બેકી નંબરના બાળકોને શાળામાં બોલાવાશે.

વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર જોવા મળી
દોઢ વર્ષ ઘરે રહ્યાં બાદ આજથી ઉચ્ચત્તર પ્રાથમિક શાળાઓમાં પ્રત્યક્ષ શિક્ષણ શરૂ થતા વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર જોવા મળી જેમાં તેજસ જાનીએ જણાવ્યું હતુ કે ઓનલાઇન શિક્ષણ કરતા ગર્વમાં ઓફલાઇન ભણવામાં મજા આવશે. તો હિરેન પટેલે જણાવ્યું હતુ કે લાંબા સમયે મિત્રોને મળવાથી ખુશી બેવડાઇ છે.

અન્ય સમાચારો પણ છે...