34.75 ટકા વાવેતર:રાજ્યમાં ડુંગળીના કુલ વાવેતરના 35 ટકા વાવેતર ભાવનગરમાં થયું

ભાવનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • ત્રણ સપ્તાહ પૂર્વે જિલ્લામાં રવિ પાકનું કુલ વાવેતર 11,500 હેકટર હતું તે હવે વધીને 60,500 હેકટર થઇ ગયુ
  • ડુંગળીનું વાવેતર 16,300 હેકટરમાં થયુ

શિયાળુ ઠંડીનો આરંભ ગોહિલવાડ પંથકમાં થઈ ગયો છે જ્યારે રવિ પાકના વાવેતરમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ રહી છે. છેલ્લાં 3 જ સપ્તાહમાં ભાવનગર જિલ્લામાં રવિ પાકના વાવેતરમાં 49,000 હેકટરનો વધારો નોંધાયો છે. ભાવનગર જિલ્લામાં હાલ રવિ પાકનું કુલ વાવેતર 60,500 હેક્ટરને આંબી ગયું છે.

જેમાં સૌથી વધુ વાવેતર ગરીબોની કસ્તુરી ગણાતા ડુંગળીનું 16,300 હેક્ટરમાં થયું છે. ઘઉં અને ચણાનું વાવેતર પણ નોંધપાત્ર થયું છે. રાજ્યમાં ડુંગળીનું કુલ વાવેતર 46,900 હેકટરમાં થયું છે તે પૈકી એકલા ભાવનગર જિલ્લામાં ડુંગળીનું વાવેતર 16,300 હેકટરમાં થતા રાજ્યમાં ડુંગળીના કુલ વાવેતરના 34.75 ટકા વાવેતર ભાવનગરમાં થયું છે.

ગત સપ્તાહ સુધીમાં ભાવનગર જિલ્લામાં રવિ પાકનું વાવેતર વધીને 53,200 હેકટરમાં થયું હતુ. તે આ સપ્તાહે વધીને 60,500 હેક્ટર થઇ ગયું છે. ખાસ તો ગરીબોની કસ્તૂરી ગણાતા ડુંગળીના વાવેતરમાં ગુજરાતમાં ભાવનગર જિલ્લો હંમેશા પ્રથમ ક્રમે હોય છે.ભાવનગર સહિત રાજ્યભરમાં રવિ પાકનું વાવેતર શરૂ થઇ ગયું છે જેમાં હવે ગુજરાતભરમાં ડુંગળીનું કુલ વાવેતર 46,900 હેકટરમાં થયું છે તે પૈકી એકલા ભાવનગર જિલ્લામાં ડુંગળીનું 16,300 હેકટરમાં વાવેતર થયું છે.

ક્યા પાકનું કેટલું વાવેતર

પાકવાવેતર
ડુંગળી16300 હેક્ટર
ઘઉં13200 હેક્ટર
ચણા9900 હેક્ટર
શાકભાજી2200 હેક્ટર
જુવાર900 હેક્ટર
ઘાસચારો16600 હેક્ટર
અન્ય સમાચારો પણ છે...