તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રવેશ:MBAમાં 33 અને MCAમાં 18 કોલેજોને એક પણ વિદ્યાર્થી ન મળ્યો, 7 ડિસેમ્બર સુધીમાં ફી ભરી દેવાની રહેશે

ભાવનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બીજા રાઉન્ડના અંતે એમસીએમાં 29 કોલેજોમાં તમામ બેઠકો ભરાઇ ગઇ, 43 કોલેજોને 1થી 10 વિદ્યાર્થી મળ્યા

એડમિશન કમિટિ ફોર પ્રોફેશનલ કોર્સીસ દ્વારા એમબીએ અને એમસીએના કોર્સમાં પ્રવેશ માટેના બીજા રાઉન્ડના અંતે એમબીએમાં 33 અને એમસીએમાં 18 કોલેજોને એક પણ વિદ્યાર્થી મળ્યો નથી. આમ બન્ને કોર્સની કુલ 51 કોલેજો એવી રહી ગઇ છે જ્યાં પ્રવેશ લેવા એક પણ વિદ્યાર્થએ રસ દાખવ્યો નથી. જ્યારે એમ.સી.એ.માં 29 કોલેજો એવી છે જ્યાં તમામ બેઠકો ભરાઇ ગઇ છે. જ્યારુ 43 કોલેજો એવી છે જ્યાં 1થી 10 બેઠકો જ ભરાઇ છે જ્યારે 10થી 20 બેઠકો ભરાઇ હોય તેવી 5 કોલેજો છે. આ બન્ને કોર્સમાં જે વિદ્યાર્થીઓને ટોકન ફી ભરવાની છે તેઓને તા.5થી 7 ડિસેમ્બર દરમિયાન ફી ભરી દેવાની રહેશે.

જે વિદ્યાર્થીઓએ પ્રથમ રાઉન્ડમાં સરકારી/ગ્રાન્ટેડ કોલેજમાં રૂા.1500 ભરીને પ્રવેશ કાયમ કર્યો હોય અને બીજા રાઉન્ડમાં સેલ્ફ ફાયનાન્સમાં એડમિશન લીધું હોય તો તફાવતની રૂા.18,500ની રકમ ઓનલાઇન ભરવાની રહેશે.ફી ભર્યા બાદ એડમીશન લેટરની પ્રિન્ટ લેવી ફરજિયાત છે. જે વિદ્યાર્થીઓને બીજા રાઉન્ડમાં પહેલી વાર પ્રવેશ મળ્યો છે તેઓને સરકારી/ગ્રાન્ટેડ કોલેજમાં રૂા.1500 અને ખાનગી સંસ્થામાં રૂા.20 હજારની ફી ઓનલાઇનથી ભરવાની રહેશે. જે વિદ્યાર્થીઓને કોઇ પણ ટોકન ફી ભરવાની નથી તેઓનું એડમિશન આપોઆપ કાયમ ગણાશે.

હાલની કોરોનાની સ્થિતિને કારણે તા.7થી 9 ડિસેમ્બર દરમિયાન સંસ્થા ખાતે રિપોર્ટીંગ કરવાનું રહેશે. જે વિદ્યાર્થીઓને પ્રવેશ સમિતિ દ્વારા ઓનલાઇન પ્રવેશ રદ કરવો હોય તેઓને તા.7થી 9 ડિસેમ્બર દરમિયાન પોતાના લોગઇન-આઇડીમાંથી ઓનલાઇન પ્રવેશ રદ કરાવી શકશે. નિયમ અનુસાર ફી રિફંડ મળવાપાત્ર થશે. વર્ષ 2020-21માં એમબીએ-એમસીએમાં પ્રવેશ ઇચ્છુકો માટે બીજા રાઉન્ડના અંતે પણ બન્ને કોર્સમાં નોંઘપાત્ર પ્રમાણમાં બેઠકો ખાલી રહી ગઇ છે. ખાસ કરીને આ બન્ને કોર્સમાં એવી 50થી વધુ કોલેજો છે જ્યાં બે બે રાઉન્ડ એડમિશનના થયા છતાં એક પણ વિદ્યાર્થી મળ્યો નથી. જ્યારે 1થી 10 વિદ્યાર્થીઓ મળ્યા હોય તેવી કોલેજોની પણ સંખ્યા નોંધપાત્ર છે. એમ.બી.એ. અને એમ.સી.એ. અગાઉના વર્ષોમાં પ્રિમીયમ કોર્સીસ ગણાતા પણ હવે તેમાં વિદ્યાર્થીઓ ગોતવા જવા પડે તેવી સ્થિતિ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો