તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આ વર્ષે વરસાદમાં 4 ઇંચની ઘટ:જળાશયોમાં 32.34 ટકા વધુ પાણીનો સંગ્રહ

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • શેત્રુંજી ડેમમાં ગત વર્ષે 19 ફૂટ પાણી હતું તે આ વર્ષે 27.9 ફૂટને આંબી ગયું
  • ગત વર્ષે આ સમયે ભાવનગર જિલ્લાના 11 મુખ્ય જળાશયોમાં 19.10 ટકા પાણીનો સંગ્રહ હતો તે આ વખતે વધીને 51.44 ટકા થઈ ગયો

ભાવનગર જિલ્લામાં હજી ચોમાસાના સત્તાવાર મંડાણ થયા નથી. પણ ભાવનગર જિલ્લાના જળાશયોમાં ગત વર્ષની તુલનામાં 32.34 ટકા વધુ પાણી સંગ્રહિત છે. શેત્રૂંજી ડેમની જ વાત કરીએ તો ગત વર્ષે આ ડેમમાં 19.2 ફૂટ જેટલું પાણી હતું તે આ વખતે 27.9 ફૂટ થઇ ગયું છે. ડેમમાં લગભગ 28 ફૂટ સપાટી થતા હવે ભાવનગરને માટે પાણીના પ્રશ્ને ચિંતા આગામી ઉનાળા સુધી ટળી ગઈ છે. સમગ્ર જિલ્લાના મુખ્ય 11 જળાશયોમાં આજ સુધીમાં કુલ 216.40 મિલિયન ક્યુબિક મીટર પાણીનો સંગ્રહ થયો છે. જે કુલ જીવંત જળસંગ્રહ ક્ષમતાના 51.44 ટકા થાય છે. ગત વર્ષની તુલનામાં આ વર્ષે વરસાદમાં સરેરાશ ચારેક ઇંચની ઘટ રહી ગઇ છે.

ભાવનગર જિલ્લામાં પાણીના પ્રશ્ને જીવાદોરી ગણાતા અને સૌરાષ્ટ્રના સૌથી વિશાળ શેત્રુંજી ડેમમાં વાવાઝોડાના સમયે 8 ફૂટતી વધારે અને તાજેતરમાં પણ ઉપરવાસના જળસ્ત્રાવ ક્ષેત્ર ગુજરડામાંથી આવક શરૂ થઇ જતાં ડેમની સપાટી 27.9 ફૂટને આંબી ગઇ હતી . આ ડેમમાં ગત વર્ષે આ સમયગાળામાં સપાટી 19.2 ફૂટ હતી એટલે કે ગત વર્ષની તુલનામાં આ વર્ષે સપાટીમાં દોઢ ગણો વધારો છે. હજી તો ચોમાસાનો આરંભ પણ નથી થયો ત્યાં સપાટી 27.9 ફૂટે આંબી જતા 34 ફૂટની છલક સપાટી ધરાવતો આ ડેમ આ વર્ષે પણ મેઘરાજાની કૃપાથી છલકાઇ જશે તેવી પૂરી આશા છે.

છેલ્લા 3 વર્ષમાં આ વર્ષે સૌથી ઓછો વરસાદ
2020માં જૂનના મધ્યે સરેરાશ વરસાદ 121 મી.મી.ના આંકે આંબી ગયો હતો જ્યારે 2019ના વર્ષમાં જિલ્લામાં સરેરાશ વરસાદ 45 મી.મી. થયો હતો. 2020માં સૌથી વધુ વરસાદ ઉમરાળાાં 206 મી.મી. અને ત્યાર બાદ શહેરમાં 199 મી.મી. વરસાદ વરસ્યો હતો જ્યારે જિલ્લામાં સૌથી ઓછો વરસાદ સિહોરમાં 43 મી.મી. વરસ્યો હતો. આ 2021ના વર્ષમાં જૂનની 13મી તારીખ સુધીમાં સમગ્ર જિલ્લામાં માત્ર 13 મી.મી. વરસાદ વરસ્યો છે. જેમાં તળાજામાં સૌથી વધુ 65 મી.મી. જેસરમાં 42 મી.મી. વરસાદ વરસ્યો છે. જ્યારે મહુવા, સિહોર અને ઉમરાળામાં વરસાદ હજી સુધી નોંધાયો નથી.

જિલ્લાના જળાશયોમાં પાણીની ટકાવારી

ડેમઆ વર્ષે %ગત વર્ષે %
શેત્રૂંજી ડેમ58.24 ટકા24.4 ટકા
ખારો ડેમ56.58 ટકા35.0 ટકા
માલણ ડેમ27.05 ટકા14.0 ટકા
રંઘોળા ડેમ46.45 ટકા18.0 ટકા
હણોલ ડેમ43.93 ટકા35.0 ટકા
રોજકી ડેમ42.96 ટકા27.0 ટકા
ડેમઆ વર્ષે %ગત વર્ષે %
પીંગળી ડેમ72.65 ટકા13.00 ટકા
લાખણકા ડેમ23.77 ટકા06.00 ટકા
બગડ ડેમ55.72 ટકા-------
હમીરપરા3.45 ટકા-------
રજાવળ ડેમ23.64 ટકા-------
કુલ સંગ્રહ51.44 ટકા19.10 ટકા

જિલ્લામાં પાણીનો સંગ્રહ

  • જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિ 420.68 મી.ઘન મિલિયન
  • આજ સુધીમાં પાણીનો કુલ સંગ્રહ 216.40 મી. ઘન મિલિયન
  • કુલ જથ્થા પૈકી પાણીનો સંગ્રહ 51.44 ટકા

શેત્રુંજી ડેમમાં જળ સંગ્રહ

  • જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિ 308.68 મિલિયન ઘન મિલિયન
  • આજ સુધીમાં પાણીનો કુલ સંગ્રહ 179.77 મિલિયન ઘન મિલિયન
  • કુલ જથ્થા પૈકી પાણીનો સંગ્રહ 58.24 ટકા
અન્ય સમાચારો પણ છે...