મોરારિબાપુના હસ્તે સન્માન:ભાવનગરમાં લોકસેવક માનભાઈ ભટ્ટની સ્મૃતિમાં 31મો નાગરિક સન્માન સમારોહ યોજાયો

ભાવનગર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાત રાજ્યની 75 સ્વેચ્છિક સંસ્થાઓનું સન્માન કરવામાં આવ્યું

શિશુવિહાર સંસ્થા ખાતે મોરારિબાપુના વરદ હસ્તે 31મો નાગરિક સન્માન સમારોહ પટાંગણમાં યોજાયો હતો. જેમાં સ્વતંત્રતાનાં અમૃત મહોત્સવ પ્રસંગે આરોગ્ય, બાળકેળવણી, પર્યાવણજાગૃતિ, બાળ-મહિલા ઉત્કષ વિષયે સેવારત રાજ્યની 75 સ્વેચ્છિક સંસ્થાઓનું મોરારિબાપુના હસ્તે અભિવાદન કરવામાં આવ્યું હતું.

પદ્મશ્રી, પર્યાવરણ વિજ્ઞાની ડૉ.એમ.એચ મહેતા સ્વૈચ્છિક સંસ્થાઓનાં સંકલન અને સમાજ વિકાસ અંગે માર્ગદર્શન આપતા જણાવ્યુ કે ગ્લોબલ વોર્મિંગ સામેનો જવાબ પ્રજાના સ્વૈચ્છિક પ્રયત્નો માંથી ઉદ્દભવશે, આમ પ્રજા જાગ્રત નહી થાય અને ભોગવાદી જીવન ચર્ચા બદલાશે નહી ત્યાં સુધી સમાનતા શક્ય નથી. ભાવનગરની સેવા અને શિક્ષણની ઓળખરૂપ શિશુવિહાર પ્રાગણમાં યોજાએલ સન્માન સમારોહના પારંભે માનવજયોત સંસ્થાના અધ્યક્ષ કુલિન્કાંતભાઈ લુઠીયાનું અભિવાદન કરવામાં આવ્યું હતું.

મોરારિબાપુએ આશીર્વચન પાઠવતા જણાવ્યું હતું કે સેવાધર્મ બહુત કઠિન છે માનદાદાના સેવાકીય વિચારોની સેવા કરતી આ ચેતનાઓને વંદન કરું છું, ખાસ તો યુવાન ચેતનાઓ જે યુવાનોને આ પ્રકારની સેવાઓ કરી રહી છે, સાથે વડીલોની તો કરવી જ જોઈએ, કોઈને ટિફિન સેવા કરવી, કોઈને વિકલાંગોની સેવા કરવી, કોઈની દિવ્યાંગોની સેવા કરવી, કોઈને યાત્રાઓ કરાવી છે જુદી જુદી પ્રમાણે સેવા કરી રહ્યા છે, હું કાર્યક્રમમાં આવવામાં 1 કલાક મોડો આવ્યો પણ તમે સેવા સમયસર કરી છે, હું મોડો પડ્યો પણ સમયસર સેવા કરી તેવા સૌવ ને મારા વંદન, કમ સે કમ રામ સુધી ના પહોંચ્યો તો કંઈ વાંધો નહીં પણ શિવ સંકલ્પ સુધી પહોંચીએ એ બહુ જ છે.

આ પ્રસંગે કાર્યક્રમના સંચાલક પ્રાધ્યાપક પ્રવિણભાઈ ઠકકરે તૈયાર કરેલ પુસ્તક વિમોચન બાદ સહુનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...