તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરીક્ષા:31,738 પરીક્ષાર્થીઓ આપશે ધો.10-12ની રિપીટર પરીક્ષા

ભાવનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સાયન્સમાં ફિઝિકસ અને સા.પ્ર.માં નામાનું પેપર
  • એક પરીક્ષા ખંડમાં 20 પરીક્ષાર્થી, આજે પ્રથમ દિવસે ધો.10માં ગુજરાતી ભાષાની પરીક્ષા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આવતી કાલ તા.15 જુલાઇને ગુરૂવારથી ધો.10 અને ધો.12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહના રિપીટર, ખાનગી અને પૃથ્થક વિદ્યાર્થીઓની પરીક્ષાનો આરંભ થશે. ભાવનગર જિલ્લામાં ધો.10 અને 12ના 31,738 જ્યારે રાજ્યમાં 5.52 લાખ રિપીટર વિદ્યાર્થી છે. પરીક્ષા માટે દરેક જિલ્લાને કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની કડક સૂચના અપાઇ છે. પહેલીવાર દરેક પરીક્ષાખંડમાં 20 વિદ્યાર્થીઓને બેસાડાશે. જેથી સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય.

ભાવનગર જિલ્લામાં કુલ 144 બિલ્ડિંગમાં 1297 બ્લોક ખાતે કુલ 31,738 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ પરીક્ષા નિર્ભિકપણે યોજાય તેમજ કોરોનાની માર્ગદર્શિકાનું સંપૂર્ણપણે પાલન થશે. આવતી કાલ તા.15મીએ પ્રથમ દિવસે ધો.10માં સવારે 10 વાગ્યાથી ગુજરાતી સહિતની પ્રથમ ભાષા, બપોરે ધો.12 વિ.પ્ર.માં 2.30 કલાકથી ભૌતિક વિજ્ઞાન, સામાન્ય પ્રવાહમાં સવારે 10 કલાકથી ચિત્રકામ અને બપોરે સામાજિક વિજ્ઞાન, સહકાર પંચાયત અને નામાના મૂળ તત્વોની પરીક્ષા લેવાશે.

અન્ય સમાચારો પણ છે...