એજ્યુકેશન:પ્રવેશના બે રાઉન્ડના અંતે ડિપ્લોમા ઈજનેરીમાં 31000 બેઠકો ખાલી

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકારી કોલેજની 6003 બેઠકો ખાલી રહી
  • ​​​​​​​તા.19થી ત્રીજા રાઉન્ડ માટે ચોઈસ ફિલિંગઃ 23મીએ ઓનલાઈ સીટ ફાળવણી કરાશે

ડિપ્લોમા ઈજનેરીની ઓનલાઈન સેન્ટ્રલાઈઝડ પ્રવેશ પ્રક્રિયામાં બીજો રાઉન્ડ પૂર્ણ થઈ ગયો છે અને બે રાઉન્ડ બાદ પણ હજુ 31 હજારથી વધુ બેઠકો ખાલી રહી છે.આ ખાલી બેઠકોમાંથી હવે માત્ર સરકારી કોલેજોની ખાલી બેઠકો માટે જ ત્રીજો રાઉન્ડ થશે. 19મીથી ત્રીજા ઓનલાઈન રાઉન્ડ માટે ચોઈસ ફિલિંગ શરૂ થશે.જેનું 23મીએ સીટ એલોટમેન્ટ જાહેર થશે. 25મી સુધી ફી ભરીને પ્રવેશ કાયમ કરી શકાશે.

ધો.10 પછીના ડિપ્લોમા ઈજનેરીમાં પ્રથમ વર્ષ પ્રવેશ માટે આ વર્ષે 64 હજાર જેટલી બેઠકોમાંથી ખાનગી કોલેજોની મેનેજમેન્ટ ક્વોટાની બેઠકોને બાદ કરતા પ્રવેશ સમિતિ (એસીપીડીસી)એ ભરવાની થતી 57314 બેઠકો માટે ઓનલાઈન સેન્ટ્રલાઈઝડ પ્રવેશ પ્રક્રિયા કરવામા આવી. આ વર્ષે 45 હજારથી વધુ વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન થયુ હતુ અને જેમાંથી 42440 વિદ્યાર્થીઓનો મેરિટમાં સમાવેશ થયો હતો.

બે રાઉન્ડ પૂર્ણ થઈ ગયા છે અને બે રાઉન્ડ બાદ પણ 42 હજાર બેઠકો પણ ભરાઈ નથી. બીજા રાઉન્ડના અંતે ખાનગી કોલેજોની 25551 અને સરકારી કોલેજની 6003 સહિત 31154 બેઠકો ખાલી રહી છે.બીજા રાઉન્ડ બાદ હાલ સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોની 20681 બેઠકોમાંથી 14678 બેઠકો ભરાઈ છે અને ખાનગી કોલેજોની 36529 બેઠકોમાંથી 10978 બેઠકો જ ભરાઈ છે.ઘણી કોલેજોની 10 ટકાથી પણ ઓછી બેઠકો ભરાઈ છે.

બીજા રાઉન્ડ બાદ હવે સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોની ખાલી બેઠકો માટે જ ત્રીજો સેન્ટ્રલાઈઝડ રાઉન્ડ થશે. 19મીથી 20મી સુધી ત્રીજા રાઉન્ડ માટે ચોઈસ ફિલિંગ થશે અને અગાઉ ભરેલી ચોઈસ રદ ગણાશે,જેથી વિદ્યાર્થીઓએ નવેસરથી ચોઈસ ભરવાની રહેશે.૨૩મીએ સીટ એલોટમેન્ટ જાહેર થશે અને 25મી સુધી વિદ્યાર્થીએ ઓનલાઈન ફી ભરવાની રહેશે.જો આ ત્રીજા રાઉન્ડમાં વિદ્યાર્થીને પ્રવેશ મળશે તો અગાઉનો મળેલ પ્રવેશ આપોઆપ રદ ગણાશે અને જો નવો પ્રવેશ ન મળે તો અગાઉનો પ્રવેશ કાયમ રહેશે.

અન્ય સમાચારો પણ છે...