કોરોના સંક્રમણ:ભાવનગર શહેરમાં 31 અને ગ્રામ્ય કક્ષાએ કોરોના પોઝિટિવના 7 કેસ

ભાવનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ગ્રામ્ય કક્ષાએ 9 દર્દી થયા કોરોનામુક્ત, એક્ટિવ દર્દી 210

આજે ભાવનગર શહેરમાં કોરોના પોઝિટિવના 31 અને ગ્રામ્ય વિસ્તારમાં સાત મળીને કુલ 38 નવા કેસ નોંધાયા હતા. આ સામે ગ્રામ્ય કક્ષાએ નવ દર્દીઓ કોરોનામુક્ત થયા હતા. આજે ભાવનગર શહેરમાં કોરોના પોઝિટિવના જે દર્દીઓ મળ્યા તેમાં પ્રભુદાસ તળાવ વિસ્તારમાં રહેતા 80 વર્ષીય વૃદ્ધ, જલારામ મંદિર પાછળ આનંદ નગરમાં રહેતા 23 વર્ષીય યુવક, ખેડૂતો વાસમાં રહેતા 45 વર્ષે પુરુષ, કાળીયાબીડમાં રહેતા 30 વર્ષની યુવતી સિંગલિયામાં રહેતા 60 વર્ષીય વૃદ્ધા, નવા બે માળિયામાં રહેતા 32 વર્ષીય યુવાન,

સિંગલિયામાં રહેતા 30 વર્ષની યુવતી, સરદારનગરમાં રહેતા 24 વર્ષની યુવતી, તળાજા રોડ પર રહેતા 64 વર્ષીય વૃદ્ધા, રૂપાણી સર્કલમાં રહેતા ૧૨ વર્ષીય કિશોર, સુભાષ નગરમાં રહેતા 76 વૃદ્ધ, જવાહર નગર રેલવે ક્રોસિંગ નજીક રહેતા 58 વર્ષીય પુરુષ, પાનવાડીમાં રહેતા 40 વર્ષીય મહિલા, બોર તળાવ વિસ્તારમાં રહેતા 32 વર્ષીય મહિલા, 15 વર્ષથી કિશોરી, પાનવાડી ટેલીફોન ઓફિસ નજીક 65 વર્ષે વૃદ્ધા, આતાભાઇ ચોકમાં રહેતા 64 વર્ષીય વૃદ્ધ રામવાડી,

નવાપરા માળીવાળા ખાંચામાં રહેતા 65 વર્ષીય વૃદ્ધા, રૂપાણી સર્કલમાં રહેતા 57 વર્ષીય મહિલા, હિલ ડ્રાઈવમાં રહેતા 47 વર્ષીય મહિલા, 29 વર્ષીય યુવતી, કાળિયાબિલ જુના ભગવતી પાર્ક વિસ્તારમાં રહેતા 41 વર્ષીય યુવક, કુંભારવાડા જુના કેન્દ્ર પાછળ 29 વર્ષીય યુવાન, કાળીયાબીડ, જુના ભગવતી પાર્કમાં 40 વર્ષીય મહિલા, સરદારનગરમાં રહેતા 19 વર્ષીય યુવતી, મેઘાણી સર્કલમાં રહેતા 54 વર્ષીય પુરુષ, વિદ્યાનગર બાંભણિયાની વાડીમાં રહેતા 20 વર્ષીય યુવક, તખ્તેશ્વર સરકીટ હાઉસ વિસ્તારમાં રહેતા 11 કિશોરી, આંબાવાડી માં રહેતા 24 વર્ષે યુવતી લીલા સર્કલમાં રહેતા 37 વર્ષીય પુરુષ તથા સરકિટ હાઉસ નજીક રહેતા છ વર્ષીય બાળકનો સમાવેશ થાય છે. ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં આજે કોરોના પોઝિટિવના નવા સાત કેસ મળ્યા જ્યારે 9 દર્દી કોરોનામુક્ત થયા હતા.

અન્ય સમાચારો પણ છે...