તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

RTE:ધો.1માં પ્રવેશ માટે શહેરમાં 3028 ફોર્મ મંજૂર, હવે મેરિટ મુજબ પ્રવેશ અપાશે

ભાવનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • અરજી ફોર્મ ચકાસણી શહેર કક્ષાએ પૂર્ણ, 500 ફોર્મ નામંજુર કરાયા

RTI અંતર્ગત ખાનગી પ્રાથમિક શાળાઓમાં તેની કુલ ક્ષમતાની 25% બેઠકો પર ધોરણ-1માં નબળા અને તક વંચિત જૂથના બાળકોને વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવે છે. જેમાં આજે ફોર્મ ની ચકાસણીનું કાર્ય પૂર્ણ થતા ધો.1માં પ્રવેશ માટે શહેરમાં 3028 ફોર્મ મંજૂર રાખવામાં આવ્યા છે જ્યારે 500 ફોર્મ નામંજુર કરાયા છે. ભાવનગર શહેરમાં આ વર્ષે પ્રવેશ માટે ઓનલાઇન કુલ 3693 અરજી મળી હતી. આજે તમામ અરજીઓ ચકાસાઈ જતા પરિણામ જાહેર કરાયું છે.

કુલ 1000 બેઠક પર એડમિશન અપાશે
અત્રે ઉલ્લેખનીય છે કે ભાવનગર શહેરમાં જુદી જુદી 116 પ્રાથમિક શાળાઓમાં રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત 25% લેખે કુલ 1000 બેઠકો ઉપલબ્ધ છે. તેની સામે 3028 ફોર્મ મળ્યા હોય એક બેઠક પર ત્રણ ત્રણ વિદ્યાર્થીઓ પસંદગી માટે સ્પર્ધામાં છે તેમ કહી શકાય.

13 કેટેગરીમાં અગ્રતા મુજબ ધોરણે પ્રવેશ અપાશે
પ્રવેશ ફાળવણીના ઠરાવ મુજબ કુલ 13 કેટેગરી મુજબ અગ્રતાના ધોરણે ધોરણ એક માં પ્રવેશ ફાળવવામાં આવશે જેમાં અનાથ બાળકો, બાલગૃહના બાળકો, મંદબુદ્ધિ, ખાસ જરૂરીયાતવાળા બાળકો, વિકલાંગ બાળકો, ફરજ દરમિયાન શહીદ થયેલા જવાનના બાળકો, સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો જેવી 13 કેટેગરીના બાળકોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...