મોક્ષમાળ અંગીકાર:ઘોઘાતીર્થ ખાતે આચાર્ય પ્રબોધચંદ્રસૂરિની નિશ્રામાં ઉપધાન તપમાં 301 આરાધકો જોડાયા

ભાવનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 190 આરાધકો તા.2-12-21ના રોજ મોક્ષમાળ અંગીકાર કરશે

ઘોઘા બંદરે નવખંડા પાર્શ્વનાથ ભગવાનના સાનિધ્યમાં આચાર્ય ભગવંત પ્રબોધચંદ્રસૂરિ મ.સા (ચકાચક)ની નિશ્રામાં મનોરીબાઇ કંવરલાલજી વૈદ્ય ગામ ફલોદી હ.ચૈન્નઇના સહયોગથી 301 આરાધકો ઉપધાનતપની તપશ્ચર્યા આસ્થાપૂર્વક કરી રહ્યા છે. જેમા 28,35 અને 47 દિવસનુ સાધુ જીવન ઉતકૃષ્ટ જીવન જીવીને મનુષ્યભવને સાર્થક કરી રહ્યા છે.190 આરાધકો તા.2-12ના મોક્ષમાળા અંગીકાર કરશે.

ઘોઘા સંઘમાં આ ચાર્તુમાસ દરમ્યાન દાન-શીલ-તપ-ભાવ ધર્મની ખૂબ વૃધ્ધિ થઇ આ સમગ્ર સાધના કાળની શિરમાળે આરાધનામાં 301થી વધુ આરાધકો જોડાયા છે. ઘોઘાબંદરે નવખંડા પાર્શ્વનાથ ભગવાનના સાનિધ્યમાં આચાર્ય પ્રબોધચંદ્રસૂરિની નિશ્રામાં આયોજન કર્યુ છે. આ અારાધનામાં 47 દિવસ સુધી તમામ આરાધકો સાધુ જીવન જેવુ નિર્દોષ જીવન જીવશે. તપશ્ચર્યા ત્યાગ અને જાપ-ધ્યાન યુકત આ અનુષ્ઠાન જૈન શાસનની આગવી ઓળખ છે.

દશેરાના પ્રારંભાયેલ આ મહાતપ ડીસેમ્બરની બીજી તારીખના રોજ માળારોપણ મહાઉત્સવ સહિત પરિપૂર્ણ થશે. 190 આરાધકો તા.2-12ના રોજ મોક્ષમાળ અંગીકાર કરશે. તેમજ 1-12-2021ના રોજ તપસ્વીઓની શોભાયાત્રા નીકળશે. જેમા સાધુ, સાધ્વીજી ભગવંતો, તપસ્વીઓ, શ્રાવક, શ્રાવિકાઓ જોડાશે. આ પ્રસંગે ગામે ગામથી ભાવિકો પધારશે.

અન્ય સમાચારો પણ છે...