તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વૈભવી વારસો:ચમારડી ખાતે 3000 વર્ષ જૂના ગુફાચિત્રો હજી પણ હયાત

ભાવનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જહાજ અને વહાણવટીનાં ચિત્રો સમગ્ર વિશ્વમાં ફક્ત વલભીપુરમાં, અહીં વર્ષો જૂનો સમુદ્રમાર્ગ અને વેપારમથક હશે
 • લાલ ગેરૂઆથી વનસ્પતિ તેલ કે પ્રાણીની ચરબીનો ઉપયોગ કરવાથી વધારે સમય સુધી ચિત્રો ટકે છે

ભાવનગરમાં વલભીપુર નજીક ચમારડીની ડુંગર માળામાં મધ્ય પત્થર યુગનાં કે પ્રાગ ઐતિહાસિક ગુફાચિત્રો આવેલા છે. તે અંદાજે 3000 વર્ષ જૂના છે. આ હેરિટેજ સાઈટ અત્યારે અવાવરૂ અને સંભાળ વિના પડી છે. આગામી વર્ષોમાં આ ગુફા ચિત્રો નામશેષ થઈ શકે એમ છે. અત્યારે આ ચિત્રો અને ગુફાની હાલત ખુબ ખરાબ છે. કોઈપણ સરકારી કે ખાનગી સંસ્થા દ્વારા અહીં સાફ સફાઈ કે ધ્યાન રાખવામાં આવતું નથી.

એક સમયે મૈત્રક કાળની વિદ્યાપીઠ અને ત્યારબાદ વલભીપુર એક ધિખતું બંદર હતું. અહીં દેશ વિદેશ થી જહાજો આવતા અને વિવિધ ધર્મના લોકોની અવર જવર પણ રહેતી હતી. અહીં દોરવામાં આવેલા ગૂફાચિત્રો પાષાણ યુગના માનવીઓએ ચિત્રિત કરેલા હશે. આ ચિત્રો કાળા ચારકોલ કે લાલ ગેરૂઆથી કરવામાં આવતા હોય છે. તેમાં વનસ્પતિ તેલ કે પ્રાણીની ચરબી ભેળવવાથી વધારે સમય ટકી રહેતા હોય છે. બ્રશની જગ્યાએ ખિસકોલી કે રીંછના વાળનો કે પછી નારિયેળ નાં છોતા નો ઉપયોગ કરતા હતા.

ચમારડી નું ચિત્ર સંયોજન બે હોડી સઢ વહાણ જેવા આકારો છે. તેના પડખે આડી - ઊભી રેખામાં ચોરસ - લંબચોરસ ચિતરવામાં આવ્યા છે , કેટલાક ત્રિકોણ અહીં માનવ આકૃતીઓની જગ્યાએ દોરવામાં આવ્યા છે. કોઈ પણ સ્પષ્ટ માનવ આકૃતિ જોવા મળતી નથી. વિશ્વની અન્ય કોઈ ગુફાઓમાં વહાણ નાં ચિત્રો જોવા મળતા નથી. મોટા વહાણ નાં ચિત્ર પાસે એક સ્થંભ પર નાની ધજા પણ જોવા મળે છે.

બ્રિજેશ્વરી દેવી ગોિહલ
બ્રિજેશ્વરી દેવી ગોિહલ

આટલા પ્રાગ ઐતિહાસિક કાળમાં ધજાઓ ન હોય શકે. બની શકે કે 900 થી 1800 વર્ષ પહેલાં સાગર ખેડુ કે નાવિકોએ તેમાં ઉમેરો કર્યો હોય. ગુફામાં 25 થી 30 વર્ષ પહેલાં પણ સફેદ ખડી ચૂનો મારીને કોઈ સાધુ એ સંજ્ઞા કે સૂત્રો અંકિત કર્યો છે. ભાવનગર હેરિટેજ પ્રિઝર્વેશન સોસાયટી દ્વારા તાજેતરમાં અહીં હેરિટેજ વોકનું આયોજન કરીને જાણકારી મેળવવાનું અને લોકોને જાગૃત કરવાની કામગીરી કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો