તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ:શહેરમાં 6862 બાળકોના ખાતામાં 3000ની રકમ જમા થઈ

ભાવનગર19 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 80 ટકાથી ઓછી હાજરીવાળાને સહાય મળશે નહીં

રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ ભાવનગર શહેરી વિસ્તારની ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવેલ આ તમામ બાળકોના ખાતાઓમાં ઓનલાઇન કુલ 6862 છાત્રોને એક વિદ્યાર્થી દીઠ રૂપિયા ત્રણ હજારની સહાય જમા કરી દેવામાં આવી છે. ગુજરાતના કોઈ જિલ્લામાં આ રીતે ઓનલાઇન સીધા જ બાળકોના બેન્ક ખાતામાં IFMS સિસ્ટમથી આરટીઇ સહાય ચૂકવવાથી નથી જે ભાવનગર શહેરમાં ચૂકવાય છે.

RTE યોજના હેઠળ ગત શૈક્ષણિક વર્ષ 2019-20માં ભાવનગર શહેરી વિસ્તારની શાળાઓમાં ધોરણ ૧થી ૬ માં અભ્યાસ કરતા અને 80% કે તેનાથી વધુ હાજરી ધરાવતા અને તેમાંથી શૈક્ષણિક વર્ષ 2020-21 માં ધોરણ 2થી ધોરણ 7માં પહોંચેલા તમામ બાળકોના ખાતામાં પણ ઓનલાઇન વિદ્યાર્થી દીઠ રૃપિયા 3 હજારની સહાય ડીઈઓ દ્વારા જમા કરાવી દેવામાં આવી છે.

જે બાળકોની શૈક્ષણિક વર્ષ 2019-20ના ગત વર્ષમાં 80 ટકાથી ઓછી હાજરી છે તેવા બાળકોને રાઈટ ટુ એજ્યુકેશનના નિયમ મુજબ શૈક્ષણિક વર્ષ 2020-21 આરટીઇ વિદ્યાર્થી સહાય મળવાપાત્ર નથી તેની સંબંધિત વિદ્યાર્થીઓ તથા વાલીઓને ખાસ નોંધ લેવી. જો કોઈ બાળક ના ખાતામાં વિદ્યાર્થી સહાય જમા ન થઈ હોય તો તેમણે ફરજિયાત પણે પોતાની શાળામાં જાણ કરવાની રહેશે તેમ જ શાળાઓ એ પણ વાલીઓ સિદ્ધાર્થ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના આવે તે માટે તેમની કક્ષાએથી જરૂરી સુચના આપવાની રહેશે તેમ ડીઇઓ એન. જી. વ્યાસે જણાવ્યું છે.

સહાય ન મળી હોય તો 8 દિ’માં DEO કચેરીનો સંપર્ક કરવો
જો કોઈ બાળકના ખાતામાં વિદ્યાર્થી સહાય જમા ન થઈ હોય તો ફરજિયાત શાળાના જવાબદાર વ્યક્તિએ આવા બાળકની તથા શાળા દ્વારા અત્રેની કચેરીએ રજુ કરવામાં આવેલી તમામ વિગતો સાથે આઠ દિવસમાં કચેરીનો સંપર્ક કરવો. અન્યથા વિદ્યાર્થી સહાય સંબંધી તમામ જવાબદારી જે તે શાળાની રહેશે તેમ નોડલ અધિકારી વિક્રમસિંહ પરમારે જણાવ્યું છે.

કેટલા બાળકોને સહાય ચૂકવાઇ ?

ધોરણવિદ્યાર્થીઓ
ધો.11258
ધો.21588
ધો.31342
ધો.41382
ધો.51017
ધો.6230
ધો.745
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો