તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રોડ બનવા સામે પ્રશ્ન:સ્ટેન્ડીંગમાં 30 મિનિટમાં રોડના 300 કામ મંજુર !, ટીપીના રસ્તાના ખોરંભે ચડ્યા કામ

ભાવનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક

મહાનગર પાલિકાની આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટી સ્ટેન્ડીંગ કમિટી નહીં પરંતુ રોડ કમિટી હોય તેમ કુલ 57 કાર્યો પૈકી 46 કાર્યો તો માત્ર રોડના જ હતા.30 મિનિટ ચાલેલી સ્ટેન્ડિંગ કમિટીમાં રોડના 300 કામોને મંજૂર કરવામાં આવ્યા હતા. આજની કમિટીમાં રોડ સિવાય કોઈ રાડ જ ન હતી. અભયભાઈ ચૌહાણે મંજૂર થયેલી ટીપીના રસ્તાઓ છેલ્લા ઘણા સમયથી થતા નહીં હોવાનો રોષ ઠાલવી અકવાડા થી તળાજા રોડ સુધીનો 24 મીટરનો ટીપી રોડ બનાવવા જણાવ્યું હતું. ધીરુભાઈ ધામેલીયાએ પીરછલ્લામાં જ વધુ માસ્ટિક રોડ બનવા સામે પ્રશ્ન ઉઠાવ્યો હતો.

કુમારભાઈ શાહે જમાદાર શેરીમાં અટકેલા રોડના કામને તાત્કાલિક શરૂ કરાવવા તંત્રને ટકોર્યુ હતું. દામુભાઈ પંડ્યાએ ઇસ્કોન મેગા સિટીમાં લોકભાગીદારીના કામ માટે છેલ્લા ઘણા સમયથી માગણી છતાં નહી થતા મંજૂરી આપવા જણાવ્યું હતું. એક સામટા 300 કામોના સમાવેશમાં રૂપાણી થી વાઘાવાડી રોડ તૂટ્યો રહી હોવા છતાં રોડ બનાવવાની તંત્રની દરખાસ્ત સામે અભયભાઈ ચૌહાણે પ્રશ્ન ઉઠાવતા ત્યાં સીલકોટ કરવા જ તંત્ર સહમત થયું હતું. ચેરમેન યુવરાજ સિંહ ગોહિલે શહેરના જે વિસ્તારોમાં રોડના કામ આજ સુધી નથી થયા તેવા વિસ્તારોનો સમાવેશ કરવા સાથે નેશનલ હાઈવે, બાડા સહિતના કોર્પોરેશનને સોંપેલા રોડ કામો પણ કરોડોના ખર્ચે બનતા હોવાનું જણાવ્યું હતું.

વર્ષો જુના દબાણો માટે ઈચ્છા મરી પરવારી
સ્ટેન્ડીંગ કમિટી દરમિયાન કાચના મંદિર થી દુઃખીશ્યામ સર્કલ સુધી 30 વર્ષ જૂના દબાણોને કારણે રસ્તો બંધ હતો જે દ્રઢ વિશ્વાસ અને ઇચ્છાશક્તિને કારણે ચાર દિવસમાં પ્રશ્ન હલ થયાનું અનિલભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, પીરછલ્લા, કાળીયાબીડ, બોરતળાવ, કંસારા, ભાંગલીગેટ સહિતના અનેક દબાણોનો પ્રશ્નો વર્ષોથી અણઉકેલ છે જેમાં માત્ર ખાતરીઓ સિવાય કોઈ પરિણામ નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો