જીએસટીની આવકમાં વધારો:શિપબ્રેકિંગ વ્યવસાય થકી GSTની આવકમાં 1 વર્ષમાં 300% નો વધારો

ભાવનગર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વર્ષ 2020-21માં 12 કરોડ હતી, 2021-22માં કર વધીને 56 કરોડ
  • કુલ એલ.ડી.ટી. ઘટવા છતા જીએસટીની આવકમાં નોંધપાત્ર વધારો

ભાવનગર જિલ્લાની આર્થિક જીવાદોરી સમાન શિપબ્રેકિંગ વ્યવસાય થકી સ્ટેટ જીએસટીની આવકમાં એક વર્ષમાં 300ટકાનો જબ્બર વધારો નોંધાયો છે.એટલે જીએસટીને કર આવક વઘારવાના પ્રસામાં સફળતા મળી છે. જુલાઇ-2021માં ભાવનગર સ્ટેટ જીએસટીમાં જડમૂળથી કરવામાં આવેલી કર્મચારીઓ અને અધિકારીઓની બદલીને કારણે કામગીરીમાં વેગ પ્રદાન થયો હોવાનું આંકડાકીય બાબતો પરથી ફલીત થઇ રહ્યું છે. ભાવનગર જીલ્લામાં શિપબ્રેકિંગ અને રી-રોલિંગ મિલ, ફરનેસ મિલ વ્યવસાય એકબીજા સાથે સંકળાયેલા છે.

અલંગના શિપબ્રેકિંગ વ્યવસાયમાં વર્ષ 2020-21 દરમિયાન 187 જહાજ ભંગાવા માટે આવ્યા હતા અને આ તમામ જહાજોનું કુલ વજન 17,60,640 મેટ્રિક ટન હતુ. આ આર્થિક વ્યવહારો થકી સ્ટેટ જીએસટીને 12 કરોડ રૂપિયાની જીએસટીની આવક થઇ હતી. વર્ષ 2021-22 દરમિયાન અલંગમાં 194 જહાજો ભગાવા માટે આવ્યા હતા, અને આ તમામ જહાજોનું કુલ વજન 14,56,655 મેટ્રિક ટન હતુ. આમ અગાઉના વર્ષની સરખામણીએ જહાજનું કુલ વજન વર્ષ દરમિયાન 3,03,985 મેટ્રિન ટન ઘટ્યુ હતુ. છતા સ્ટેટ જીએસટીની આવકમાં 300 ટકાનો વધારો નોંધાયો હતો અને 56.42 કરોડ રૂપિયાની કરઆવક સ્ટેટ જીએસટીને થવા પામી હતી.

શિથિલ અવસ્થામાં ગરકાવ થયેલી મોબાઇલ સ્ક્વોડ, એન્ફોર્સમેન્ટ વિંગને પુન: સક્રિય કરવામાં સ્ટેટ જીએસટીને એક વર્ષ દરમિયાન સફળતા મળી છે. બીજી તરફ શિપબ્રેકિંગના વ્યવસાયકારો પણ પોતાની કરજવાબદારી સમયસર નિભાવી રહ્યા છે. ગત વર્ષ દરમિયાન ભાવનગરમાં અનેક વ્યવસાયો અને વ્યક્તિઓ પર સર્ચ, દરોડાની કામગીરી કરવામાં આવેલી છે, પરંતુ શિપબ્રેકિંગ વ્યવસાય પર સ્ટેટ જીએસટીની એકપણ કાર્યવાહી કરવાની જરૂર પડી નથી.

અન્ય સમાચારો પણ છે...