દૂષિત પાણીની ફરિયાદ:ભાવનગરના વાલ્મિકી વાસમાં 30 ઝાડા-ઉલ્ટીના કેસ નોંધાયા, પાણીના કારણે નવજાત બાળકનું મોત થયાનો આક્ષેપ

ભાવનગર3 દિવસ પહેલા
  • પાણીના સેમ્પલ લઈ રિપોર્ટ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી

ભાવનગર શહેરના વિદ્યાનગર વિસ્તારમાં આવેલ વાલ્મિકી વાસ વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી ઝાડા ઉલટીના આશરે 30થી વધુ કેસ નોંધાતા દોડધામ મચી જવા પામી છે ઝાડા ઉલટીના પગલે ગર્ભવતી મહિલાના નવજાત બાળકનું મૃત્યુ થયું હોવાનો સ્થાનિક રહીશો આક્ષેપ કર્યો છે, જેને લઈ આજરોજ આપ અને સ્થાનિક રહીશોએ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનરને રજૂઆત કરી હતી.

ત્રણ દિવસમાં ઝાડા ઉલટીના 30 કેસ નોંધાયા
વિદ્યાનગર વિસ્તારમાં આવેલ વાલ્મિકી વાસમાં દૂષિત પાણી આવે છે જેના પગલે છેલ્લા ત્રણ-ચાર દિવસથી ઝાડા ઉલટીના કેસોમાં વધ્યા હોવાનું સ્થાનિક રહીશો જણાવ્યું હતું, આ વિસ્તારમાં દુષિત પાણીના કારણે 30થી વધુ ઝાડા ઉલટીના કેસો અને એક ગર્ભવતી મહિલાના નવજાત બાળકનું મૃત્યુ થયું આ દુષિત પાણીના કારણે જ થયું હોવાનો સ્થાનિક રહીશો આક્ષેપ કર્યો છે, તંત્ર સામે રહીશોને રોષની લાગણી જોવા મળી રહી છે.

'આપ' દ્રારા તંત્રની કામગીરી ન કરી હોવાના આક્ષેપો કરી રહી છે
ભાવનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં દૂષિત પાણીને કારણે ઝાડા ઉલટી ના કેસોમાં વધારો થયો છે તેને લઈ તંત્ર દ્વારા કોઇ કામગીરી કરવામાં આવી રહી નથી તેઓ આક્ષેપો આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યો છે પરંતુ નવા કેસના આવે ત્યાં માટે મનપા તંત્ર તત્કાલ યોગ્ય પગલાં લેવામાં આવે છે.

ડેપ્યુટી કમિશનરે કહ્યું- આ અંગે પાણીના રિપોર્ટ આવ્યા બાદ જે પણ કાર્યવાહી થશે
આ વિસ્તારમાં પાણી પીવા લાયક ન મળતા તેને માટે આપના પ્રમુખ દ્વારા આ વિસ્તારમાં દરરોજના 5 થી 6 પાણીના ટેન્કર આપવા માટે લેખિત રજૂઆત કરવામાં આવી હતી. તેમજ આ વિસ્તારમાં નવજાત બાળકનું જે મોત નીપજે છે તેમાં યોગ્ય પગલાં લઈને જવાબદાર વ્યક્તિ વિરુદ્ધમાં કાર્યવાહી કરવા માટેની પણ માંગ ઉઠવા પામી છે. ત્યારે ભાવનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરે આ અંગે પાણીના રિપોર્ટ આવ્યા બાદ જે પણ કાર્યવાહી કરવામાં આવ થશે તે કરવામાં આવશે તેવી બાંહેધરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...