તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચુકાદો:પૈસાની લેતીદેતીમાં યુવાન પર થયેલ હુમલામાં 3ને 10 વર્ષની સખ્ત કેદ

ભાવનગર5 દિવસ પહેલા
 • કૉપી લિંક

બે વર્ષ પૂર્વે પાલિતાણા ખાતે પૈસાની લેતીદેતી બાબતે એક યુવાન ઉપર એક મહિલા સહિત ત્રણ શખ્સોએ જીવલેણ હુમલો કર્યા અંગેનો કેસ આજે ભાવનગરના પ્રિન્સીપલ ડીસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજની અદાલતમાં ચાલી જતા અદાલતે જિલ્લા સરકારી વકીલની દલીલો, આધાર પુરાવા, સાક્ષીઓ, વિગેરે ધ્યાને રાખી ત્રણ આરોપીઓને 10 વર્ષની સખ્ત કેદની સજા અને રોકડ દંડ ફટકાર્યો હતો. જ્યારે મહિલા આરોપીને છોડી મુકવા અદાલતે હુકમ કર્યો હતો.

ફરિયાદી મહેબૂબભાઈ ઉર્ફે અક્ષય મહંમદભાઈ મહેતર(રહે. ઘેટી રીંગ રોડ, પાલીતાણા) નામના યુવાને એવા મતલબની પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે તા. 27/02/2019ના પોતાની ફ્રુટની લારી ભરીને મેઈન બજાર ભૈરવનાથ મંદિરની સામે પાલીતાણા ખાતે વેપાર કરતા હતા ત્યારે આરોપીઓ સદામ મહેબૂબભાઈ ભટ્ટા(રહે. ખત્રીવાડ, ખોજા મસ્જીદ પાછળ, પાલીતાણા), લતીફ જીભાઈ બેલીમ(રહે. હાથીયાધાર, પાલિતાણા), નઝમાબાનુ ઉર્ફે નસીમબેન મહૈબુબભાઈ ભટ્ટા(રહે. ખત્રીવાડ, પાલિતાણા) સહિતનાઓએ એક સંપ કરી ઘટના સ્થળે આવી ફરિયાદીને કહેલ કે સલીમભાઈ શમાએ આપેલા રૂપિયા આપી દે નહી તો જાનથી પતાવી દેવો છે તેમ કહીને ઉક્ત આરોપીઓએ લાકડી ધોકા પાઈપ અને તલવાર વડે ફરિયાદી ઉપર જીવલેણ હુમલો કર્યો હતો અને ઈજા પહોંચાડી હતી. ગંભીર રીતે ઘવાયેલા ઈજાગ્રસ્તને હોસ્પિટલમાં ખસેડાયા હતા.

આ અંગેનો કેસ ભાવનગરના પ્રિન્સીપલ ડીસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજ આર.ટી. વચ્છાણીની અદાલતમાં ચાલી જતા અદાલતે જિલ્લા સરકારી વકીલ વિપુલ દેવમુરારીની દલીલો મૌખીક પુરાવા, દસ્તાવેજી પુરાવા વિગેરે ધ્યાને લઈને આ કામના આરોપીઓ સદ્દામ ભટ્ટા, ઈમ્તીયાજ કાઝી, લતીફ બેલીમને તકસીરવાન ઠરાવી 10 વર્ષની સખ્ત કેદની સજા, પ્રત્યેક આરોપીઓને રૂ. 10 હજારનો દંડ આરોપી દંડ ન ભરે તો વધુ 20 દિવસની સજા, ઈપીકો કલમ 325 મુજબના ગુનામાં આરોપીઓને 5 વર્ષની સજા રોકડા રૂ. પાંચ હજારનો દંડ, આરોપીઓ દંડ ન ભરે તો વધુ 15 દિવસની સજા, ઈપીકો કલમ 323 મુજબના ગુનામાં આરોપીઓને 6 માસની સજા અને રૂ. 1 હજારનો દંડ, આરોપી દંડ ન ભરે તો વધુ સાત દિવસની સજા, ઈપીકો કલમ 506(2) મુજબના ગુના સબબ ત્રણેય આરોપીઓને એક વર્ષની કેદની સજા અને રોકડા રૂ. એક હજારનો દંડ આરોપી દંડ ન ભરે તો 7 દિવસની સજા અદાલતે ફટકારી હતી. જ્યારે અન્ય એક મહિલા આરોપીને છોડી મુકવા અદાલતે હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો